Gujarat Exclusive > દેશ-વિદેશ > 24 કલાકમાં કોરોનાથી 507ના મોત, દેશ સંક્રમિતોની સંખ્યા 5.85 લાખને પાર

24 કલાકમાં કોરોનાથી 507ના મોત, દેશ સંક્રમિતોની સંખ્યા 5.85 લાખને પાર

0
176

• 24 કલાકમાં 18653 નવા કેસ નોંધાયા
• મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં કોરોનાએ 245નો લીધો જીવ

નવી દિલ્હી: વિશ્વભરમાં જીવલેણ કોરોના વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે ભારતમાં પણ કોરોના વાઈરસના પોઝિટિવ કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 18,653 નવા કેસો સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 507 કોરોના દર્દીઓના મરણ નોંધાયા છે.

આ પણ વાંચો:  ગુજરાતમાં કોરોનાનો કેર યથાવત, સુરત બન્યું નવું હોટસ્પોટ

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે, દેશમાં હેવે કોરોના સંક્રમિતોની સંખ્યા 5,85,493 પર પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધી કુલ 17,400 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે રાહતની વાત એ છે કે, અત્યાર સુધી 3,47,979 લોકો સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે. દેશમાં હાલ Covid-19ના 2,20,114 એક્ટિવ કેસો છે.

દેશના દરેક રાજ્યમાં કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં એક જ દિવસમાં 2199 નવા કેસો સામે આવ્યા છે. જ્યારે તમિલનાડુમાં એક જ દિવસમાં 60 લોકો, જ્યારે મહારાષ્ટ્રમાં સૌથી વધુ 245 લોકોના મરણ નોંધાયા છે. તો ચાલો જાણીએ દેશના ટોપ-15 રાજ્યમાં કોરોનાની શું છે સ્થિતિ?

 ક્રમ રાજ્ય કુલ એક્ટિવ કેસ કુલ કેટલા કેસ? કુલ કેટલા મરણ?
1 મહારાષ્ટ્ર 75995 174761 7855
2 કર્ણાટક 7078 15242 246
3 દિલ્હી 26270 87360 2742
4 ગુજરાત 7049 32557 1846
5 આંધ્ર પ્રદેશ 7897 14595 187
6 મધ્ય પ્રદેશ 2626 13593 572
7 રાજસ્થાન 3381 18014 413
8 તમિલનાડુ 38892 90167 1201
9 ઉત્તર પ્રદેશ 6711 23492 697
10 તેલંગાણા 8785 16339 260
11 પંજાબ 1557 5568 144
12 પશ્ચિમ બંગાળ 5761 18,559 668
13 બિહાર 2289 10043 67
14 જમ્મુ-કાશ્મીર 2674 7,497 101
15 હરિયાણા 4340 14548 236