Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં વધુ 5 ડૉક્ટરો કોરોનાથી સંક્રમિત

અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં વધુ 5 ડૉક્ટરો કોરોનાથી સંક્રમિત

0
99

અમદાવાદ: શહેરમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં (Corona Cases) ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જીવલેણ વાઈરસના (Corona Virus)  સંક્રમણનું સૌથી વધુ જોખમ કોરોના સામે ફ્રન્ટ લાઈન ફાઈટ કરી રહેલા ડૉક્ટરો સહિતના મેડિકલ સ્ટાફને વધારે રહે છે, ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલના (Ahmedabad Civil Hospital) વધુ 5 તબીબો કોરોનાથી સંક્રમિત થયા છે.

ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Ahmedabad Civil Hospital) ફરજ બજાવી રહેલા  અનેક કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત (Corona Virus) થઈ ચૂક્યાં છે. તાજેતરમાં હોસ્પિટલના (Ahmedabad Civil Hospital) મેડિસીન વિભાગ સહિત અન્ય વિભાગા હેડ ઓફ ડિપાર્ટમેન્ટ કોરોનાથી સંક્રમિત થયા હતા.

હવે સિવિલ હોસ્પિટલમાં(Ahmedabad Civil Hospital) ડ્યૂટી કરી રહેલા 5 તબીબો કોરોની ચપેટમાં આવ્યા છે. હાલ આ તમામ ડૉક્ટરોને સિવિલ હોસ્પિટલમાં જ સારવાર આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો: અસમમાં નવો લગ્ન કાયદો લાગૂ થશે, વર-કન્યાએ પોતાના ધર્મનો કરવો પડશે ખુલાસો

જણાવી દઈએ કે, અત્યાર સુધી સિવિલ હોસ્પિટલમાં (Ahmedabad Civil Hospital) ફરજ બજાવતા ડૉક્ટરો અને નર્સો સહિત 462 મેડિકલ સ્ટાફ કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે.

એક તરફ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં (Ahmedabad Civil Hospital) કોરોનાના દર્દીઓ (Corona Cases) વધી રહ્યાં છે, ત્યારે ડૉક્ટરોની પણ અછત વર્તાઈ રહી છે. આથી કોરોના દર્દીઓને તાકીદે સારવાર મળી રહે તે માટે રાજ્યભરમાંથી ડૉક્ટરોને ડેપ્યુટેશન પર અમદાવાદ લવાયા છે. બીજી તરફ ખુદ ડોક્ટરો જ કોરોનાથી (Corona Virus) સંક્રમિત થયા સિવિલમાં મેડિકલ સ્ટાફ ચિંતિત બન્યો છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9