Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં કોરોનાના 481 નવા કેસ, રિકવરી રેટ 97.36% પર પહોંચ્યો

ગુજરાતમાં કોરોનાના 481 નવા કેસ, રિકવરી રેટ 97.36% પર પહોંચ્યો

0
16

ગાંધીનગર: ગુજરાતમાં કોરોના વાઈરસના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે રાજ્યમાં ધીમે-ધીમે અનલૉકની શરૂઆત થઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 481 નવા કેસો સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળમાં વધુ 9 દર્દીઓના મરણ નોંધાયા છે. Gujarat Corona Cases

સ્વાસ્થ્ય વિભાગના આંકડા અનુસાર, નવા કેસ ઉમેરાવાની સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો વધીને 8,19,381 પર પહોંચી ચૂક્યો છે. જ્યારે આ જીવલેણ વાઈરસ રાજ્યમાં અત્યાર સુધી 9985 નાગરિકોને ભરખી ચૂક્યો છે.

સૌથી મોટી રાહતની વાત એ છે કે, રાજ્યમાં નવા કેસોની સરખામણીમાં સાજા થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 1,526 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,97,734 લોકો કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 97.36 ટકા પર પહોંચી ગયો છે.

આ પણ વાંચો:  SCનો મમતા સરકારને આદેશ- કોઈ બહાના નહીં, તાત્કાલીક લાગૂ કરો ‘વન નેશન-વન રાશન કાર્ડ’ Gujarat Corona Cases

હાલ રાજ્યમાં કોરોનાના 11,657 એક્ટિવ કેસો છે. જે પૈકી 296 દર્દીઓની હાલત ગંભીર જણાતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે 11,361 દર્દીઓની હાલત સ્થિર જણાવાઈ છે. આજે સાંજે 5 વાગ્યા સુધીમાં 2,86,459 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જો રાજ્યમાં નવા કેસોની વિગતો જોઈએ તો, અમદાવાદમાં 72, સુરતમાં 85, વડોદરામાં 88 અને રાજકોટમાં 34 નવા કેસ સામે આવ્યા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat