Gujarat Exclusive > દેશ-વિદેશ > 24 કલાકમાં 418ના મોત, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 5.66 લાખને પાર

24 કલાકમાં 418ના મોત, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 5.66 લાખને પાર

0
221

• કોરોના કેસની ગતિ પર લાગી બ્રેક
• 2 દિવસથી 19 હજાર કરતાં વધુ કેસ સામે આવ્યા હતા
• 24 કલાકમાં 18,522 નવા કેસ નોંધાયા
• મુંબઈમાં કોરોનાના 76,765 કન્ફોર્મ કેસ

નવી દિલ્હી: વિશ્વભરમાં જીવલેણ કોરોના વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે ભારતમાં પણ કોરોના વાઈરસના પોઝિટિવ કેસોમાં દિન-પ્રતિદિન સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 18,522 નવા કેસો સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 418 કોરોના સંક્રમિતોના મરણ નોંધાયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે, દેશમાં હેવે કોરોના સંક્રમિતોની સંખ્યા 5,66,840 પર પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધી કુલ 16,983 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે રાહતની વાત એ છે કે, અત્યાર સુધી 3,34,822 લોકો સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે. દેશમાં હાલ Covid-19ના 2,15,125 એક્ટિવ કેસો છે.

આ પણ વાંચો: જેમના મોબાઈલમાં પહેલાથી જ છે ચાઈનીઝ એપ્સ, શું તેઓ કરી શકશે તેનો ઉપયોગ? જાણો જવાબ

વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ અને રશિયા બાદ કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં ભારત ચોથા સ્થાને છે. ભારત કરતાં સંક્રમિતોની વધુ સંખ્યા અમેરિકામાં 26,37,039, બ્રાઝીલમાં 13,45,254, રશિયામાં 6,34,437 છે. જો કે ભારત કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા વધવામાં વિશ્વમાં ત્રીજા નંબર પર છે. અમેરિકા અને બ્રાઝીલ બાદ એક દિવસમાં સૌથી વધુ કેસ ભારતમાંથી જ સામે આવી રહ્યાં છે.

જો ભારતની વાત કરીએ તો, કોરોના પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્ર સૌથી મોખરે છે. જ્યાં છેલ્લા 24 કલાકમાં 5257 નવા કેસો સામે આવ્યા છે. જેમાં મુંબઈમાં જ સૌથી વધુ 1226 કેસો નોંધાયા છે. આ સાથે જ મુંબઈમાં 76,765 કોરોનાના કન્ફોર્મ કેસ છે. આજ રીતે છેલ્લા 24 કલાકમાં તમિલનાડુમાં રેકોર્ડ 3949 નવા કેસો સામે આવ્યા છે. તો ચાલો જાણીએ દેશના અન્ય રાજ્યોમાં કોરોનાની શું છે સ્થિતિ?

 ક્રમ રાજ્ય કુલ એક્ટિવ કેસ કુલ કેટલા કેસ? કુલ કેટલા મરણ?
1 મહારાષ્ટ્ર 73313 169883 7610
2 કર્ણાટક 6386 14295 226
3 દિલ્હી 26246 85161 2680
4 ગુજરાત 6871 31938 1827
5 આંધ્ર પ્રદેશ 7479 13891 180
6 મધ્ય પ્રદેશ 2607 13370 564
7 રાજસ્થાન 3637 17660 405
8 તમિલનાડુ 37334 86224 1141
9 ઉત્તર પ્રદેશ 6650 22828 672
10 તેલંગાણા 9559 15394 253
11 પંજાબ 1516 5418 138
12 પશ્ચિમ બંગાળ 5535 17,907 653
13 બિહાર 2188 9640 62
14 જમ્મુ-કાશ્મીર 2557 7,237 95
15 હરિયાણા 4476 14210 232

ભારતની કંપનીએ બનાવી COVID-19ની વૅક્સીન, જુલાઈમાં શરૂ થશે હ્યુમન ટ્રાયલ