Gujarat Exclusive > દેશ-વિદેશ > દેશમાં કોરોનાના 19148 નવા કેસ, 24 કલાકમાં 434 સંક્રમિતોના મોત

દેશમાં કોરોનાના 19148 નવા કેસ, 24 કલાકમાં 434 સંક્રમિતોના મોત

0
207

• દેશમાં કુલ 6,04,641 લોકો કોરોનાથી સંક્રમિત
• કોરોનાના કારણે અત્યાર સુધી 17,834 લોકોએ ગુમાવ્યો જીવ
• દેશના ટૉપ-15 રાજ્યોમાં હાલ કોરોનાની શું છે સ્થિતિ?

નવી દિલ્હી: જીવલેણ કોરોના વાઈરસ વિશ્વભરમાં હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે ભારતમાં પણ COVID-19ના પોઝિટિવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 5 દિવસમાં જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 5 લાખથી વધીને 6 લાખ ઉપર પહોંચી ગઈ છે. ગત 26 જૂને કોરોનાના કેસો 5 લાખની ઉપર હતા, જ્યારે હવે તે 6,04,641 પર પહોંચી ચૂક્યાં છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 19,148 નવા કેસો સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન 434 મરણ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 6,04,641 પર પહોંચી ચૂકી છે. જ્યારે કુલ 17834 લોકોના મરણ નોંધાયા છે.

આ પણ વાંચોOnePlus ના સસ્તા સ્માર્ટ TV આજે ભારતમાં થશે લૉન્ચ, 4K પિક્ચર ક્વૉલિટી સાથે મળશે શાનદાર ફિચર્સ

જો કે રાહતની વાત એ છે કે, અત્યાર સુધી 3,59,860 લોકો કોરોનાને માત આપીને સ્વસ્થ થઈ ચૂક્યા છે. હાલ દેશમાં 2,26,947 એક્ટિવ કેસો છે.

દેશના મોટાભાગરના રાજ્યોમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. જો કે ખાસ કરીને મહારાષ્ટ્રમાં કોરોનાનો સૌથી વધુ પ્રકોપ છે. અહીં છેલ્લા 24 કલાકમાં 5537 નવા કેસો સામે આવ્યા છે, જ્યારે વધુ 198 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

આ સિવાય ગુજરાતમાં એક જ દિવસમાં કોરોના સંક્રમણના સૌથી વધુ 675 કેસો સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 33,318 પર પહોંચી ચૂકી છે. આજ પ્રમાણે તમિલનાડુમાં છેલ્લા 24 કલાકમાં નવા 2182 કેસો સામે આવ્યા છે. તો ચાલો જાણીએ દેશના ટોપ-15 રાજ્યોમાં અત્યાર સુધી શું છે કોરોનાની સ્થિતિ?

 ક્રમ રાજ્ય કુલ એક્ટિવ કેસ કુલ કેટલા કેસ? કુલ કેટલા મરણ?
1 મહારાષ્ટ્ર 79091 180298 8053
2 કર્ણાટક 8198 16514 253
3 દિલ્હી 27007 89802 2803
4 ગુજરાત 7335 33232 1867
5 આંધ્ર પ્રદેશ 8071 15252 193
6 મધ્ય પ્રદેશ 2625 13861 581
7 રાજસ્થાન 3317 18312 421
8 તમિલનાડુ 39859 94049 1264
9 ઉત્તર પ્રદેશ 6709 24056 718
10 તેલંગાણા 9008 17357 267
11 પંજાબ 1652 5668 149
12 પશ્ચિમ બંગાળ 5959 19,170 683
13 બિહાર 2233 10249 70
14 જમ્મુ-કાશ્મીર 2734 7,695 105
15 હરિયાણા 4202 14941 240