Gujarat Exclusive > દેશ-વિદેશ > મહારાષ્ટ્રમાં કોરોનાના 1,233 નવા કેસ નોંધાયા, મુંબઈમાં સંક્રમિતોનો આંકડો 10 હજારને પાર

મહારાષ્ટ્રમાં કોરોનાના 1,233 નવા કેસ નોંધાયા, મુંબઈમાં સંક્રમિતોનો આંકડો 10 હજારને પાર

0
236

મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. છેલ્લા 24 કલાકમાં અહીં 1,233 નવા કેસો સામે આવ્યા છે. આ સમયગાળા દરમિયાન અહીં 34 લોકોના મોત થયા છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસથી અત્યાર સુધી કુલ 651 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કોરોનાના કુલ 16,758 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં મુંબઈમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 10 હજારને પાર પહોંચી ગઈ છે. મુંબઈમાં 10,714 કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં 25 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

મુંબઈમાં અત્યાર સુધી કુલ 412 લોકોના મોત થઈ ચૂક્યા છે. અહીં 24 કલાકમાં 769 નવા કેસો નોંધાયા છે. મહારાષ્ટ્રમાં પોલીસ કર્મચારીઓ પણ સતત કોરોનાનો શિકાર બની રહ્યાં છે. બુધવારે મુંબઈના જેજે માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 14 વધુ પોલીસ કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત મળી આવ્યા છે. આ સાથે જ અહીં 26 પોલીસ કર્મચારીઓ અત્યાર સુધી કોરોનાનો શિકાર બની ચૂક્યાં છે.

અગાઉ આજ પોલીસ સ્ટેશનમાં 12 પોલીસ કર્મચારીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જે બાદ 6 અધિકારીઓ અને 40 પોલીસ કર્મચારીઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા. જ્યારે 55 વર્ષથી વધુ વયના 18 સ્ટાફ મેમ્બરને રજા આપી દેવામાં આવી હતી.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

મહારાષ્ટ્રમાં કોરોનાથી સ્થિતિ વણસી, પ્રાઈવેટ પ્રેક્ટિસ કરનારા 25,000 ડૉક્ટરોને મુંબઈનું તેડુ