Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં કોરોનાના 1009 નવા કેસ નોંધાયા, વધુ 22ના મોત

ગુજરાતમાં કોરોનાના 1009 નવા કેસ નોંધાયા, વધુ 22ના મોત

0
67
  • ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 64,684 પર પહોંચી

  • સોમવારે સુરત જિલ્લામાં સૌથી વધુ 258 નવા કેસ સામે આવ્યા

  • રાજ્યમાં અત્યાર સુધી 2487 લોકો કોરોનાના કારણે ગુમાવ્યો પોતાનો જીવ

અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાઈરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં  દિન-પ્રતિદિન સતત વધારો થઈ રહ્યો છે. સોમવારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1109 નવા પોઝિટિવ કેસો (Corona Positive Case) સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 22ના મરણ નોંધાયા છે.

રાજ્યમાં સતત 14માં દિવસે 1 હજારથી વધુ અને 8મીં વખત 1100થી વધુ નવા કેસો નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 64,684 પર પહોંચી ગઈ છે. જ્યારે રાજ્યમાં કુલ 2487 લોકો કોરોનાના કારણે મોતને ભેટ્યા છે.

રાજ્યમાં સોમવારે સૌથી વધુ 258 નવા પોઝિટિવ કેસ સુરત જિલ્લામાંથી મળી આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 151, વડોદરામાં 98, રાજકોટમાં 85, ભાવનગરમાં 47, જામનગરમાં 34, દાહોદમાં 29, મહેસાણામાં 26 અને જૂનાગઢમાં 21 નવા કેસ સામે આવ્યા છે.

આ પણ વાંચો: ભારતમાં આવનારા ઈન્ટરનેશનલ પેસેન્જર્સ માટે નવી ગાઈડલાઈન જાહેર

જ્યારે ગુજરાતમાં સોમવારે જીવલેણ કોરોના 22 લોકોને ભરખી ચૂક્યો છે. જેમાં સુરત જિલ્લામાં સૌથી વધુ 11 દર્દીઓ કોરોનાના કારણે મોતને ભેટ્યા છે. જ્યારે અમદાવાદમાં 6 દર્દીઓના મરણ નોંધાયા છે. આ ઉપરાંત ભાવનગર, જૂનાગઢ, કચ્છ, રાજકોટ અને વડોદરામાં એક-એક દર્દીનું કોરોનાના કારણે મોત નીપજ્યું છે.

હાલ રાજ્યમાં કોરોનાના કુલ 14614 એક્ટિવ કેસ છે. જેમાંથી 83 વેન્ટિલેટર ઉપર છે, જ્યારે 14531ની હાલત સ્થિર જાણવા મળી રહી છે. ગુજરાતમાં સોમવારે વધુ 974 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં હતા. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી 47,561 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.