મોરબીઃ શહેરનો જગવિખ્યાત ઝૂલતો પુલ એકાએક તૂટી પડ્યો છે. મણિમંદિર પાસે મચ્છુ નદી પર આવેલો ઝૂલતા પુલના વચ્ચેથી બે કટકા થઈ ગયા છે. આ હોનારત ઘટી ત્યારે ઝૂલતા પુલ પર અનેક માણસો હોવાનું સામે આવી રહ્યું છે. સ્વભાવિક છે કે, ઝૂલતા પુલ પર રહેલા લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મળતી માહિતી પ્રમાણે, 400થી વધુ લોકો ડૂબ્યાં છે. હાલ પ્રત્યક્ષદર્શીએ 91થી વધુના મોત થયા હોવાનો દાવો કર્યો છે.
Advertisement
Advertisement
મોરબી દુર્ઘટના પગલે પ્રધાનમંત્રી આવતીકાલે નહી કરે રોડ શો. અમદાવાદમા યોજાનારો રોડ શો રદ કરાયો, માત્ર લોકાર્પણ કાર્યક્રમમા રહેશે હાજર.
બેસતા વર્ષે ખુલ્લો મૂકાયો હતો
મોરબીનો ઝૂલતો પુલ નવા વર્ષના દિવસે સહેલાણીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ત્યારે ઓરેવા ગ્રુપના MD ઝૂલતા પુલને ખુલ્લો મુકાયો છે. આ પુલ રિનોવેશન માટે બંઘ કરવામાં આવ્યો હતો. તેને રૂપિયા 2 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું છે. તેમજ 6 મહિના માટે ઝૂલતો પુલ બંધ રહ્યો હતો.
ઝૂલતા પુલનો ઈતિહાસ પર નજર કરીએ તો 20મી ફેબ્રુઆરી, 1879ના રોજ મુંબઇના ગવર્નરશ્રી રિચર્ડ ટેમ્પલ ના હસ્તે આ પુલનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તે સમયે આશરે 3.5 લાખના ખર્ચે ઇ.સ.1880માં બનીને પૂરો થયો હતો. આ સમયે પુલનો સામાન ઇંગ્લેન્ડથી આવ્યો હતો. દરબારગઢથી નઝરબાગને જોડવા આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલ આ ઝૂલતો પૂલ મહાપ્રભુજીની બેઠક અને સમગ્ર સામાકાંઠા વિસ્તારને જોડે છે. મોરબીનો આ ઝૂલતો પુલ 140 વર્ષથી પણ વધારો જૂનો છે અને તેની લંબાઈ આશરે 765 ફૂટ જેટલી છે. માત્ર ગુજરાતના મોરબી જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે આ ઝૂલતો પુલ ઐતિહાસિક વિરાસત છે.
Advertisement