Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરની હત્યા કે આત્મહત્યા? પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં સામે આવી સચ્ચાઈ

દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરની હત્યા કે આત્મહત્યા? પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં સામે આવી સચ્ચાઈ

0
99

મુંબઈ: દાદરા અને નગર હવેલીના સાંસદ મોહન ડેલકરના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં તેમની મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ ગયું છે. રિપોર્ટ મુજબ, સાંસદ મોહનનું મોત ફાંસી પર લટક્યા બાદ શ્વાસ રુંધાવાના કારણે થયું છે. Mohan Delkar Suicide

જણાવી દઈએ કે, 7 વખતથી સાંસદ રહેલા મોહન ડેલકરનો મૃતદેહ સોમવારે સાંજે મુંબઈના મરીન ડ્રાઈવ સ્થિત હોટલમાંથી રહસ્યમય સંજોગોમાં મળી આવ્યો હતો. Mohan Delkar Suicide

ઈન્ડિયા ટૂ ડેના રિપોર્ટ મુજબ, પોલીસે જણાવ્યું કે, મોહન ડેલકર 15 પેજની સ્યૂસાઈડ નોટ છોડીને ગયા છે. જેને ગુજરાતી ભાષામાં લખેલી છે. આ નોટ તેમણે પોતાના સત્તાવાર લેટરહેડ પર લખી છે. જો કે આ સ્યૂસાઈડ નોટમાં શું લખ્યું છે? તેના પર પોલીસે ચુપકીદી સાધી છે. Mohan Delkar Suicide

સોમવારે બપોરે 1:50 મિનિટે સાંસદ મોહન ડેલકરના ડ્રાઈવર અને બોડીગાર્ડે સૌ પ્રથમ તેમનો મૃતદેહ જોયો હતો. પોલીસ હવે ડ્રાઈવર અને બોડીગાર્ડના નિવેદન લેવાની કાર્યવાહી કરી રહી છે.

આ પણ વાંચો:  રાજપીપળા પાલિકા ચૂંટણી: પતિ-પત્ની, કાકા-ભત્રીજી-ભત્રીજો, ભાઈ-બહેન ચૂંટણી મેદાનમાં Mohan Delkar Suicide

સાંસદ મોહન ડેલકરનો મૃતદેહ મંગળવારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ તેમના સબંધીઓને સોંપી દેવામાં આવ્યો હતો. તેમના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે તેમના વિસેરાને ફોરેન્સિંક તપાસ માટે સુરક્ષિત રાખી લેવામાં આવ્યા છે.

મોહલ ડેલકરના ડ્રાઈવરે જ્યારે હોટલનો દરવાજો ખટખટાવ્યો, ત્યારે કોઈ જવાબ નહતો મળ્યો. જે બાદ ડ્રાઈવરે ડેલકરને ફોન કર્યો, જે કોઈએ ઉઠાવ્યો નહતો. જે બાદ ડ્રાઈવરે દાદરા અને નગર હવેલીમાં ડેલકરના પરિવારને આ અંગે જાણકારી આપી હતી. પરિવારે ડ્રાઈવરને હોટલ સ્ટાફને કહીને રૂમ ખોલવાનું જણાવ્યું હતું. જો કે દરવાજો અંદરથી બંધ હોવાના કારણે ખોલી શકાયો નહતો. આખરે જેમ-તેમ કરીને ડ્રાઈવર રૂમની બાલકનીમાંથી અંદર ઘુસ્યો અને તેણે સાંસદનો મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. જેમણે શૉલથી ગળામાં ફાંસો લગાવ્યો હતો. Mohan Delkar Suicide

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat