Gujarat Exclusive > દેશ-વિદેશ > દશેરાના પર્વે સંઘ પ્રમુખ બોલ્યા- ‘ભારતના આક્રમક વલણથી ચીન ચિંતિત’

દશેરાના પર્વે સંઘ પ્રમુખ બોલ્યા- ‘ભારતના આક્રમક વલણથી ચીન ચિંતિત’

0
129
  • સંઘ પ્રમુખે કોરોનાથી લઈને રામ મંદિર અને આર્ટીકલ 370નો કર્યો ઉલ્લેખ
  • ચીનને પ્રથમ વખત ભારતીયોના ધૈર્ય અને વીરતાનો પરિચય થયો

નવી દિલ્હી: વિજયાદશમીના (Dussehra) અવસર પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે (Mohan Bhagwat) પોતાના સંબોધનમાં કહ્યું કે, દેશને કોરોના વાઈરસથી (Corona Virus) વ્યાપક નુક્સાન થયું છે. જ્યારે તેમણે રામ મંદિરના (Ram Mandir) નિર્ણય બાદ સામાન્ય લોકોના સંયમની પણ સરાહના કરી હતી.

મોહન ભાગવતે (Mohan Bhagwat) કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 (Article 370) નાબૂદ થયા બાદ લોકોએ ખૂબ જ સમજદારીથી કામ લીધુ. જણાવી દઈએ કે, નાગપુરના RSS હેડ ક્વાર્ટરમાં દર વર્ષે દશેરાની (Dussehra) શસ્ત્ર પૂજા પણ કરવામાં આવે છે. જેમાં સંઘ પ્રમુખ હાજર રહે છે.

CAA પર શું બોલ્યા મોહન ભાગવત?
મોહન ભાગવતે (Mohan Bhagwat) સિટીજન એમેન્ટમેન્ટ એક્ટ (CAA) નો ઉલ્લેખ કરતાં કહ્યું કે, કેટલાક પડોશી દેશોમાં સાંપ્રદાયિક અત્યાચાર સહન કરીને આપણાં દેશમાં આવનારા લોકોને માનવતાના હિત ખાતર નાગરિક્તા આપવાની જોગવાઈ કરવામાં આવી હતી.ભારતના આ નાગરિક્તા કાયદામાં કોઈ સંપ્રદાય વિશેષનો વિરોધ નથી કરવામાં આવ્યો.

ભાગવતે (RSS Chief) રામ મંદિરના નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો અને સામાન્ય જનતા દ્વારા દાખવવામાં આવેલા સંયમની પ્રસંશા પણ કરી હતી. આ તકે તેમણે આર્ટીકલ 370નો (Article 370) પણ ઉલ્લેખ કર્યો હતો.

કોરોનાથી નુક્સાન અન્ય દેશો કરતાં ઓછું
જીવલેણ કોરોના વાઈરસ (Corona Virus) વિશે મોહન ભાગવતે કહ્યું કે, કોરોનાના કારણે વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં ઓચું નુક્સાન જોવા મળી રહ્યું છે. આ મામલે તેમણે (Mohan Bhagwat) કેન્દ્ર સરકારની પીઠ પણ થાબડી હતી અને કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે યોગ્ય સમયે જરૂરી પગલા લીધા હતા. આમ કરીને મોદી સરકારે (Modi Government) આ મહામારીથી થનારા સંભવિત વધારે નુક્સાનથી દેશને બચાવ્યો છે. ભારતની સરખામણીમાં અન્ય દેશોની સ્થિતિ દયનીય છે.

આ પણ વાંચો: ચીન સીમા નજીક સેનાના જવાનો સાથે દશેરા મનાવશે રાજનાથ સિંહ, કરશે શસ્ત્ર પૂજા

ચીની ઘુસણખોરીનો ઉલ્લેખ કરતાં સંઘ પ્રમુખે કહ્યું કે, ભારતની સરકાર, સેના અને જનતાએ આ આક્રમણ સામે પોતાના સ્વાભિમાન અને વીરતાનો પરિચય આપ્યો છે. અમે તમામ સાથે મિત્રતા ઈચ્છીએ છીએ, પરંતુ અમારી સદ્દભાવનાને નબળાઈ ના સમજવી જોઈએ. આપણી સેનાની અતૂટ દેશભક્તિ અને અદમ્ય સાહસ તથા આપણા શાસકોનું સ્વાભિમાની વલણ અને આપણે તમામ ભારતીયોના ધૈર્ય અને સાહસનો પરિચય ચીનને પ્રથમ વખત થયો છે.

RSS પ્રમુખે વિજયા દશમીના અવસરે નાગપુરના મુખ્યાલયમાં શસ્ત્ર પૂજા કરી હતી. હકીકતમાં વિજયા દશમીનો અવસર એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સ્થાપના દિવસ પણ છે અને દરેક વર્ષે આ અવસરે નાગપુર હેડક્વાર્ટરમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જો કે હાલ કોરોના મહામારીના પગલે આ વર્ષે માત્ર 50 લોકોને જ બોલાવવામાં આવ્યા હતા.