Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > ઓસ્ટ્રેલિયાથી પરત ફર્યા બાદ એરપોર્ટથી સીધા પિતાની કબર પર ગયો સિરાજ

ઓસ્ટ્રેલિયાથી પરત ફર્યા બાદ એરપોર્ટથી સીધા પિતાની કબર પર ગયો સિરાજ

0
142
  • વંશીય ટિપ્પણી પર અમ્પાયરે મેદાન છોડવાનું કહ્યું હતુ- સિરાજ Mohammad Siraj

  • સિરાજે ઓસ્ટ્રેલિયા પ્રવાસે ભારત તરફથી સૌથી વધુ વિકેટ ઝડપી Mohammad Siraj

હૈદરાબાદ: ઓસ્ટ્રેલિયામાં ઇતિહાસ રચનારી ભારતીય ટીમનો મહત્વપૂર્ણ હિસ્સો મોહમ્મદ સિરાજ ગુરુવારે હૈદરાબાદ પહોંચ્યો. એરપોર્ટથી ઉતરી સિરાજ સીધા તેના પિતા મોહમ્મદ ગોસની કબર પર પહોંચ્યો અને તેણે ભીની આંખે શ્રદ્ધાંજલી આપી હતી. સિરાજના પિતાનું 20 નવેમ્બરે નિધન થયુ હતુ. આ દરમિયાન સિરાજ ઓસ્ટ્રેલિયા પ્રવાસે હતો. કોરોના પ્રોટોકોલના કારણે સિરાજ તેના પિતાના અંતિમ સંસ્કારમાં ના પહોંચી શકયો. જોકે ઓસ્ટ્રેલિયા ટૂર પર સિરાજે શાનદાર પ્રદર્શન કર્યું.

આ સીરિઝ દરમિયાન સિરાજે કેટલાક વ્યક્તિગત રેકોર્ડ પણ પોતાના નામે કર્યા. જ્યારે ભારતે ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી, ત્યારે હૈદરાબાદમાં સિરાજની માં, ભાઈ અને મિત્ર ભાવુક થઇ ગયા હતા. બીજી ઇનિંગમાં સિરાજે પ્રથમ વખત 5 વિકેટ ઝડપી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સિરાજ ગાબામાં ઇનિંગમાં 5 વિકેટ ઝડપનાર પાંચમો ભારતીય બોલર બન્યો. તેણે કુલ 13 વિકેટ ઝડપી હતી. Mohammad Siraj

હૈદરાબાદ પહોંચી મોહમ્મદ સિરાજે જણાવ્યું કે પિતાજીના દેહાંતના સમાચાર મારા માટે ખૂબ જ મુશ્કેલ હતા. મે ઘરે વાત પણ કરી, તેમણે મને કહ્યું કે પિતાજીના સ્વપ્નને પૂરુ કરીને આવો. મારા મંગેતરે પણ તેમાં ખૂબ મોટો હાથ હતો, તેણે મને ખૂબ જ પ્રોત્સાહિત કર્યા. ટીમે પણ ખૂબ સાથ આપ્યો.

વંશીય ટિપ્પણી પર વાત કરતા સિરાજે જણાવ્યું કે કેસ ચાલી રહ્યો છે, જોઇએ ન્યાય મળે છે કે નહીં. અમ્પાયરે કહ્યું હતુ કે તમે રમત છોડીને મેદાન બહાર જઇ શકો છો, પરંતુ અમે કહ્યું કે અમે રમતનો આદર કરીએ છીએ, અમે રમત છોડીને નહીં જઇએ. તેમણે વધુમાં જણાવ્યું કે હું વધુ વિકેટ માટે વિચારી રહ્યો ના હતો. ઘણાં બધા ખેલાડીઓ ઇજાગ્રસ્ત થઇ ગયા હતા, તમામ ખેલાડીઓ મારા પર વિશ્વાસ કરી રહ્યા હતા. Mohammad Siraj

આ પણ વાંચો: AIMIMનું આખુ નામ પણ બોલી ન શકનારા કાબલીવાલા કેવી રીતે સંભાળશે ગુજરાત?

સિરાજની અહીં સુધીની સફર આસાન ના હતી. કેટલાક વર્ષો પહેલા સિરાજ હૈદરાબાદમાં ‘ફર્સ્ટ લાંસર વિસ્તાર’ના સ્થાનિક ઈદગાહ મૈદાનમાં ઉઘાડાપગે બોલિંગ કરતો હતો. સિરાજ સાધારણ પરિવારથી આવે છે. તેના પિતા મોહમ્મદ ગૈસ ઓટો રિક્સા ચલાવતા હતા. સિરાજનો ભાઇઓ તેના પિતાની મદદ કરતા હતા.

સિરાજે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન જ ગત વર્ષે નવેમ્બરમાં તેના પિતાને ગુમાવ્યા હતા. બોર્ડે તેણે સ્વદેશ પરત ફરવાનો વિકલ્પ આપ્યો હતો, પરંતુ તેણે ભારતીય ટીમ સાથે જ રહેવાનુ કર્યું. ત્યારે સિરાજે બીસીસીઆઈને જણાવ્યું હતુ કે મારા પિતા મને સૌથી વધુ સપોર્ટ કરતા હતા. આ મારા માટે ખૂબ જ મોટું નુકશાન છે. તેમનું સ્વપ્ન હતુ કે હું ભારત માટે ટેસ્ટ રમું અને પોતાના દેશનું નામ રોશન કરુ. Mohammad Siraj

સિરાજના મોટા ભાઈ ઇસ્માઇલે જણાવ્યું કે મારા પિતા ટેસ્ટ ક્રિકેટના મોટા પ્રશંસક હતા. તેઓ સિરાજને કહેતા હતા કે ક્રિકેટનું અર્થ ટેસ્ટ મેચ છે. તેઓ વનડે અને ટી20ના ફેન ના હતા. તેઓ સિરાજને ટેસ્ટ ક્રિકેટ માટે પ્રોત્સાહન આપતા હતા. ઇસ્માઇલ હવે સિરાજનો મેનેજર પણ છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9