Gujarat Exclusive > દેશ-વિદેશ > બિહારના બાહુબલી નેતા અને પૂર્વ સાંસદ મોહમ્મદ શહાબુદ્દીનનું કોરોનાથી મોત

બિહારના બાહુબલી નેતા અને પૂર્વ સાંસદ મોહમ્મદ શહાબુદ્દીનનું કોરોનાથી મોત

0
38

નવી દિલ્હી: દેશમાં કોરોના વાઈરસનો પ્રકોપ સતત વધતો જઈ રહ્યો છે. દરરોજ નોંધાતા નવા કેસો અને મરણનો આંકડો સતત જૂના રેકોર્ડ તોડી રહ્યો છે, ત્યારે બિહારના સિવાન લોકસભા બેઠકના પૂર્વ સાંસદ મોહમ્મદ શહાબુદ્દીનનું (Mohammad Shahabuddin) પણ કોરોનાના કારણે શનિવારે નિધન થઈ ગયું છે. દિલ્હીની તિહાર જેલમાં આજીવન કારાવાસની સજા કાપી રહેલા રાષ્ટ્રીય જનતા દળના નેતા શહાબુદ્દીનની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.

દિલ્હી હાઈકોર્ટે કોરોનાથી સંક્રમિત થયા બાદ મોહમ્મદ શહાબુદ્દીનને (Mohammad Shahabuddin) મેડકલ ઑબ્ઝર્વેશન હેઠળ રાખીને યોગ્ય સારવાર કરાવવા માટે દિલ્હી સરકાર અને તિહાર જેલ વહીવટી તંત્રને આદેશ આપ્યો હતો. ગત મંગળવારની રાત્રે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ શહાબુદ્દીનને પંડિત દિનદયાલ ઉપાધ્યાન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

શહાબુદ્દીનને (Mohammad Shahabuddin) પોતે કોરોના સંક્રમિત હોવાની જાણ ત્યારે થઈ, જ્યારે 20 એપ્રિલે તેની તબિયત વધારે બગડવા લાગી. કોરોનાના સામાન્ય લક્ષણો જણાયા બાદ શહાબુદ્દીનનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે પોઝિટિવ આવતા જ શહાબુદ્દીને તિહાલ જેલના ડૉક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ગુજરાતના ગામડાઓને કોરોનાથી બચાવવા ‘મારુ ગામ કોરોના મુક્ત ગામ’ અભિયાન શરૂ  Mohammad Shahabuddin

આમ છતાં શહાબુદ્દીનની તબીયતમાં કોઈ સુધારો ના જણાતા તેને વૅન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. ગઈકાલથી શહાબુદ્દીની તબીયત વધારે બગડવા લાગી અને શનિવારે એક મેના રોજ શહાબુદ્દીને હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા.

બિહારના પૂર્વ બાહુબલી સાંસદ મોહમ્મદ શહાબુદ્દીને (Mohammad Shahabuddin) લોકો તેજાબ કાંડના કારણે યાદ રાખે છે. હત્યાના કેસમાં તિહાર જેલમાં આજીવન કારાવાસની સજા કાપી રહેલા પૂર્વ સાંસદ શહાબુદ્દીન વિરુદ્ધ ત્રણ ડઝનથી વધારે ગુનાહિત કેસ ચાલી રહ્યાં છે. 15 ફેબ્રુઆરી, 2018ના સુપ્રીમ કોર્ટે તેને બિહારની સીવાન જેલમાંથી દિલ્હીની તિહાર જેલમાં શિફ્ટ કરવાનો આદેશ આપ્યો હતો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat