Gujarat Exclusive > દેશ-વિદેશ > UP: PM મોદી જાટ રાજાના નામની યુનિનું કરશે શિલાન્યાસ, આનંદીબેન-યોગી રહેશે હાજર

UP: PM મોદી જાટ રાજાના નામની યુનિનું કરશે શિલાન્યાસ, આનંદીબેન-યોગી રહેશે હાજર

0
82

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ઉત્તરપ્રદેશના અલીગઢમાં જાટ રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહના નામથી યુનિવર્સિટીનું શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) અનુસાર, પીએમ મોદી એક સભાને સંબોધિત કરશે અને ત્યારબાદ ઉત્તર પ્રદેશ સંરક્ષણ ઔદ્યોગિક કોરિડોરના અલીગઢ નોડ અને રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ સ્ટેટ યુનિવર્સિટીના પ્રદર્શન મોડેલની મુલાકાત લેશે. 2022 ની વિધાનસભા ચૂંટણી પહેલા પીએમ મોદીની ઉત્તરપ્રદેશની આ પહેલી મુલાકાત હશે.

PMO અનુસાર, ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા યુનિવર્સિટીની સ્થાપના રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહની સ્મૃતિ અને સન્માનમાં કરવામાં આવી રહી છે, જે સ્વાતંત્ર્ય સેનાની, શિક્ષણવિદ્ અને સમાજ સુધારક હતા. અલીગઢની કોલ તહસીલના લોઢા અને મુસેપુર કરીમ જરુલી ગામોમાં કુલ 92 એકરથી વધુ વિસ્તારમાં યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી રહી છે.

તે અલીગઢ વિભાગની 395 કોલેજોને જોડશે.પ્રાપ્ત માહિતી અનુસાર, આ પ્રસંગે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે.

આ સિવાય આદિત્યનાથે સોમવારે લોઢામાં કાર્યક્રમની તૈયારીઓ અંગે માહિતી લેવા માટે સ્થળની મુલાકાત લીધી હતી. તૈયારીઓની દેખરેખ માટે ત્યાં કેમ્પિંગ કરતા ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્માએ જણાવ્યું હતું કે, રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહના નામે રાજ્ય યુનિવર્સિટી સ્થાપીને, સરકાર એવા માણસને શ્રદ્ધાંજલિ આપી છે જેણે પોતાના ત્રણ દાયકાથી વધુ સમય દેશને સમર્પિત કર્યો અને ભારતની આઝાદી માટે લડ્યા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat