Gujarat Exclusive > ગુજરાત > શું વડાપ્રધાન મોદી 50 વર્ષ જૂના સી-પ્લેનમાં બેસવાનું જોખમ ઉઠાવશે?

શું વડાપ્રધાન મોદી 50 વર્ષ જૂના સી-પ્લેનમાં બેસવાનું જોખમ ઉઠાવશે?

0
171
  • મોદીના સુરક્ષા સ્ટાફે વડાપ્રધાનને 50 વર્ષ જૂના પ્લેનમાં બેસવાની મંજૂરી કઈ રીતે આપી
  • દેશના કોઈપણ વડાપ્રધાને ખખડધજ પ્લેનમાં બેસવાનું જોખમ ઉઠાવ્યું નથી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30મી ઓક્ટોબરના રોજ શુક્રવારે અમદાવાદ આવવાના છે અને પછી 31મી ઓક્ટોબરે તે સી-પ્લેન (Modi security_Sea plane)દ્વારા કેવડિયા કોલોની જવાના છે. પણ હવે આશ્ચર્યની વાત એ છે કે વડાપ્રધાન મોદી જે સી-પ્લેનમાં બેસીને જવાના છે તે સી-પ્લેન 50 વર્ષ જૂનું છે. શું મોદી પોતે સી-પ્લેન આટલા જૂના પ્લેનમાં બેસવાનું જોખમ ઉઠાવશે.

સામાન્ય રીતે દેશના વડાની સુરક્ષાને હંમેશા(Modi security_Sea plane) ટોચની અગ્રતા આપવામાં આવતી હોય છે. તેમા પણ મોદી માટે તો તાજેતરમાં બે-બે અત્યાધુનિક વિમાન ખરીદવામાં આવ્યા છે. આ સંજોગોમાં હવે તેઓ આટલા જૂના સી-પ્લેનમાં બેસીને કેવી રીતે જઈ શકે. તેમનો સલામતી સ્ટાફ મોદીને આટલા જૂના પ્લેનમાં બેસવાની મંજૂરી કઈ રીતે આપી શકે.

શું મોદી પોતે સુરક્ષા પ્રોટોકોલમાં માનતા નથી

કોઈપણ પ્લેન ગમે તેટલું સલામત કેમ ન હોય પરંતુ રાષ્ટ્રના કોઈ વડાને (Modi security_Sea plane)આ રીતે આટલા જૂના પ્લેનમાં બેસવાની મંજૂરી કઈ રીતે આપી શકાય. શું નિયમોમાં માનનારા મોદી પોતે પોતાની જ સલામતીના નિયમોનો ભંગ કરશે. શું મોદી પોતે તેમની સુરક્ષા એજન્સીઓના પ્રોટોકોલનું પાલન કરતાં નથી. રાષ્ટ્રના વડા માટે એકબાજુએ અત્યાધુનિક વિમાનો વધુને વધુ સલામત કઈ રીતે બનાવાય છે તે જોવાતું હોય છે, જ્યારે અહીં કોઈપણ પ્રકારની સુરક્ષા વગરના વિમાનમાં બેસવાની વાત છે, કોઈપણ સી-પ્લેન ભલે ગમે તેટલું કાર્યક્ષમ કેમ ન હોય પરંતુ કોઈ રાષ્ટ્રનો વડો આટલા જૂના પ્લેનમાં કઈ રીતે બેસી શકે. આજના સમયમાં કોઈ દસ કે પંદર વર્ષ જૂની કારમાં બેસવાનું પણ જોખમ લેતું નથી ત્યારે મોદી 50 વર્ષ જૂના પ્લેનમાં બેસવાનું જોખમ ઉઠાવશે

આ પણ વાંચોઃ BREAKING : ગુજરાતી ફિલ્મના દિગ્ગજ અભિનેતા નરેશ કનોડિયાનું નિધન

તે યાદ રાખવુ જરૂરી છે કે ગુજરાતના એક મુખ્યપ્રધાને હેલિકોપ્ટરમાં (Modi security_Sea plane)બેસીને સરહદનું નિરીક્ષણ કરવા જવા દરમિયાન પાકિસ્તાન તરફથી આવેલા રોકેટના લીધે જીવ ગુમાવ્યો હતો. મોદી અગાઉ સી-પ્લેનમાં આ રીતે કેવડિયા કોલોની આવી ચૂક્યા છે. તેથી તેઓ આ જ સી-પ્લેનમાં બેસીને કેવડિયા કોલોની જાય તેમ માનવામાં આવે છે.

હાલનું સી-પ્લેન 50 વર્ષ પહેલાં બનેલું છે

આ સી-પ્લેન 50 વર્ષ જૂનું છે. આ પ્લેન માલદીવથી કોચી, ગોવા અને કેવડિયા થઈ (Modi security_Sea plane)અમદાવાદ આવ્યું હતું. મોદી જે સી-પ્લેનમાં બેસવાના છે તે મોડેલ ટિવન ઓટ્ટર 300 મોડેલનું પ્લેન 1971માં હેવિલેન્ડ કેનેડા કંપની દ્વારા બનાવાયું હતું. તેની પહેલી ડિલિવરી કેનેડાના ઓટ્ટાવાની રોયલ કેનેડિયન માઉન્ટેન પોલીસને 27 જુલાઈ 1971માં અપાી હતી. તેના પછી આ પ્લેનના માલિકો કેટલીય વખત બદલાયા છે. હાલમાં તેનું રજિસ્ટ્રેશન સરનામુ માલદીવિયન એરલાઇન છે.

આ પણ વાંચોઃ 60 લાખ લોકો અનાજથી વંચિત, ગુજરાત સરકારનો અણઘડ વહીવટ

સી-પ્લેનનો કાફલો ધરાવતી કંપની વાઇકિંગ એર જણાવ્યા મુજબ (Modi security_Sea plane)આ પ્લેનની વયમર્યાદા ઘણી લાંબી હોય છે. 1966થી 1988 વચ્ચે બનાવાયેલા ડે હેવિલેન્ડ ટ્વિન ઓટ્ટર પ્રકારના 844માંથી 450 પ્લેન હજી પણ આકાશમાં ઉડે છે. યોગ્ય મેઇન્ટેનન્સ અને સારસંભાળ રાખવામાં આવે તો આ પ્લેન દાયકાઓ સુધી કામ આપે છે.

ભારતમાં સી-પ્લેનનું સંચાલન કરે છે સ્પાઇસજેટ

ભારતમાં આ પ્લેનની ફ્લાઇટનું સંચાલન સ્પાઇસજેટ કરી રહ્યુ છે. તેનું ભાડુ 4,800 રૂપિયા રખાયુ છે. કંપનીનો દાવો છે કે આ સી-પ્લેન વિશ્વભરમાં ઉપયોગમાં લેવાતા સૌથી સલામત એરક્રાફ્ટ્સમાનું એક છે. એરક્રાફ્ટ નિયમિતપણે સર્વિસ થયેલું છે અને ટોપ કંડિશનમાં છે.

સી-પ્લેન અંગે અમદાવાદીઓમાં ઉત્સાહ એટલો બધો છે કે તેઓ તેના (Modi security_Sea plane)બૂકિંગ, ભાડાં અને ડિસ્કાઉન્ટ અંગે સતત પૂછી રહ્યા છે. સી-પ્લેનના સંચાલનની જાહેરાત પછી દરરોજે 15થી 20 લોકો પૂછપરછ કરતા હતા. પરંતુ સી-પ્લેન સોમવારે આવ્યા પછી તેના ભાડાં સહિતની માહિતી મેળવનારા લોકોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. જો કે લોકોને ભાંડુ વધારે લાગી રહ્યુ છે અને તેઓએ તેના માટે 2,500 રૂપિયા ભાડુ રાખવા સૂચન પણ કર્યુ હતુ.