Gujarat Exclusive > દેશ-વિદેશ > ગ્રાહકો માટે ખુશખબર! મોદી સરકારે આપ્યો મોટો અધિકાર

ગ્રાહકો માટે ખુશખબર! મોદી સરકારે આપ્યો મોટો અધિકાર

0
1495

કન્ઝ્યૂમર પ્રોટેક્શન બિલ 2019 (Consumer Protection Bill 2019)ને સંસદમાં મંજૂરી મળ્યા બાદ હવે સરકાર તેને લાગુ કરવાની તૈયારી કરી રહી છે. આ બિલ સંસદના બન્ને ગૃહોમાં પાસ થયા બાદ રાષ્ટ્રપિતની મંજૂરી મળ્યા બાદ એક્ટ બની ગયો છે. કન્ઝ્યૂમર અફેર સચિવ અવિનાશ શ્રીવાસ્તવે જણાવ્યું કે, ઓગસ્ટ મહિના અંત સુધીમાં આ નિયમ બનાવાનું કામ શરૂ કરવામાં આવશે. 3 મહિનામાં તમામ નિયમો તૈયાર થઈ જશે અને નવા બિલમાં ગ્રાહતોને વિના વકીલ પોતાનો કેસ લડવાનો અધિકાર મળશે.

CCPAને મળ્યા અનેક અધિકાર
કન્ઝ્યૂમર પ્રોટેક્શન બિલમાં સેન્ટ્રલ કન્ઝ્યૂમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)ને અનેક અધિકાર આપવામાં આવ્યા છે. જેનાથી ગ્રાહકોની સમસ્યા મહદઅંશે દૂર થશે. CCPAમાં ઈન્વેસ્ટિગેશન વિંગ પણ હશે. CCPAમાંથી સરકાર કંપનીઓ પર કાર્યવાહી કરશે. ઈન્વેસ્ટિગેશન વિંગના હેડ DG હશે, જ્યારે એડિશનલ DG સહિત અને અધિકારીઓ આ વિંગમાં સામેલ થશે. CCPA ભ્રામક પ્રચાર ઉપર રોક લગાવવાનું પણ કામ કરશે.

હવે જિલ્લામાં 1 કરોડ રૂપિયા સુધીની ફરિયાદ અને રાજ્ય સ્તર પર 10 કરોડ રૂપિયા સુધીની ફરિયાદ કરી શકો છો. પહેલા વકીલ રાખવો પડતો હતો, હવે વિના વકીલ તમે પોતનો કેસ લડી શકો છો.

હવે જાહેરખબરોમાં જૂઠ્ઠા દાવા કરવા પર જેલ જશે હસ્તિઓ
હવે વિજ્ઞાપનોમાં જૂઠ્ઠા વાયદા કરવા અથવા ખોટી જાણકારી આપનાર કંપનીઓ, સર્વિસ પ્રોવાઈડર અને એ જાહેર ખબરને એન્ડોર્સ કરનાર સેલેબ્રિટીઝને પણ સજા થઈ શકે છે. આ બિલમાં જોગવાઈ કરવામાં આવી છે કે, કોઈ પણ જાહેર ખબર હોય, પછી તે પ્રિન્ટ, રેડિયો, ટેલીવિઝન, ઈ-કોમર્સ, ડાયરેક્ટ સેલિંગ અથવા ટેલિમાર્કેટિંગ કોઈ પણ માધ્યમથી કરવામાં આવી રહી હોય. જો તેમા ખોટી જાણકારી આપવામાં આવશે, તે ગુનાહિત ગણાશે.

આ બિલમાં એવી જાહેર ખબરો અથવા મિસલીડિંગ કરતી એડ્સને અલગ-અલગ શ્રેણીમાં રાખવામાં આવી છે. જેમાં કોઈ પણ પ્રોડક્ટ અથવા સર્વિસની ખોટી જાણકારી આપવી, ખોટી ગેરન્ટી આપવી, કન્ઝ્યૂમરને પ્રોડક્ટના નેચર, સબ્સટેંસ, ક્વાંન્ટિટી અથવા ક્વાલિટીને લઈને ભરમાવવા અથવા જાણી જોઈને સર્વિસ પ્રોવાઈડર અથવા મેન્યુફેક્ચર તરફથી કોઈ જાણકારી છુપાવવામાં આવે. આ બિલ અંતર્ગત દિલ્હીમાં સરકાર તરફથી નિયુક્ત કરવામાં આવેલ એક ચિફ કમિશ્નરની અધ્યક્ષતામાં એક સેન્ટ્રલ કન્ઝ્યૂમર પ્રોટેક્શન ઓથોરિટીનું ગઠન કરવામાં આવશે, જે ગ્રાહકોના અધિકારોનું રક્ષણ કરશે.

આ સજાની જોગવાઈ
આ બિલની જોગવાઈ પ્રમાણે, સર્વિસ પ્રોવાઈડર્સને 10 લાખ રૂપિયા સુધીના દંડ સાથે મહત્તમ 2 વર્ષની જેલની સજા થઈ શકે છે. જ્યારે સેલેબ્રિટીઝને 10 લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે. આ ઉપરાંત વારંવાર આ પ્રકારની ભૂલ કરવા પર ઓથોરિટી તેના પર 50 લાખ રૂપિયાના દંડ સાથે 5 વર્ષની જેલની સજા આપી શકે છે.

આટલું જ નહીં, ઓથોરિટી કોઈ સેલેબ્રિટીને કોઈપણ એડવર્ટાઈસમેન્ટ એન્ડોર્સ કરવા પર એક વર્ષ રોક લગાવી શકે છે. જ્યારે અવારનવાર આ પ્રકારની ભૂલ કરવા પર આ રોક 3 વર્ષ સુધી વધારી શકાય છે.

જાણો રક્ષા બંધનના શુભ મુહર્ત, રાખડી બાંધવાની યોગ્ય રીત અને માન્યતાઓ