Gujarat Exclusive > રાજનીતિ > શશી થરૂરે કોંગ્રેસ પાર્ટીને આઈનો બતાવ્યો, મોદી વિશે શું બોલી ગયા?

શશી થરૂરે કોંગ્રેસ પાર્ટીને આઈનો બતાવ્યો, મોદી વિશે શું બોલી ગયા?

0
306

કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે જણાવ્યું કે, કાર્યસમિતિ સહિત પાર્ટીમાં મોટા ભાગના પદો માટે ચૂંટણી થવી જરૂરી છે. તેમણે એવી આશા વ્યક્ત કરી કે, કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીના નેતૃત્વમાં જલ્દી પાર્ટીની અંદર ચૂંટણીની પ્રક્રિયાનો આરંભ થશે. મેં અનેક વખત જણાવ્યું છે કે, કોંગ્રેસ કાર્યસમિતિ સહિત નેતૃત્વના મોટાભાગના પદો માટે કાર્યકર્તાઓની વચ્ચે ચૂંટણી આવશ્યક છે.

થરૂરે વધુમાં જણાવ્યું કે, પાર્ટીમાં આંતરિક ચૂંટણીથી ભવિષ્યના નેતાઓને સફળતાપૂર્વક કામ કરવામાં મદદ મળશે અને પાર્ટીની અંદર નવી ઉર્જાનો સંચાર થશે.

થરૂરે વધુમાં જણાવ્યું કે, આથી હું આશા રાખુ છું કે, ચૂંટણી જલ્દી થાય અને મને વિશ્વાસ છે કે, સોનિયા ગાંધીના નેતૃત્વમાં પાર્ટી આ દિશામાં કામ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે જયરામ રમેશના નિવેદનનું સમર્થન કરવાના સંદર્ભે પૂછવા પર કોંગ્રેસ સાંસદે જણાવ્યું કે, આવું કહેનારા તેઓ પ્રથમ વ્યક્તિ છે કે મોદી સરકારમાં અનેક ચીજોને સકારાત્મક રૂપમાં જોઈ શકાય. તેમણે કહ્યું કે “આ ચૂંટણીમાં મોદી 31 ટકાથી 37 ટકા સુધી મત મેળવવામાં સફળ રહ્યા છે, જ્યારે કોંગ્રેસને 19 ટકા મત જ મળ્યા હતા. આથી અમારે સમજવા માટે પ્રયત્ન કરવો પડશે કે, આવું કેમ થયું?

સોમવારે (9 સપ્ટેમ્બર) થરૂરે કોંગ્રેસને સલાહ આપતા જણાવ્યું કે, માત્ર વોટ બેંક પોલિટિક્સ માટે ધર્મનિરપેક્ષતા અને સૌને સાથે લઈને પોતાના આદર્શો સાથે સમજૂતી ના કરવી જોઈએ. હિન્દુત્વના મુદ્દે પોતાના જુના નિવેદન પર ચર્ચા કરતા થરૂરે જણાવ્યું કે, તેઓ જીવનભર માટે કોંગ્રેસમાં નથી જોડાયા. મીડિયા સાથે વાતચીત કરતા થરૂરે કહ્યું કે, હું કોંગ્રેસમાં એટલા માટે નથી આવ્યો કે, મારી જિંદગીભરની કેરિયર બને. હું એટલા માટે આવ્યો છું, કારણ કે હું પ્રગતિશીલ અને બધાને સાથે લઈને ભારતના વિચારોને ઝડપથી આગળ વધારવા માનું છું.

ચીન-પાકિસ્તાને કાશ્મીર રાગ આલાપ્યો, તો ભારતે પણ રોકડુ પરખાવ્યું