Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોના વૅક્સીન માટે ₹ 500 અબજ ખર્ચ કરશે મોદી સરકાર: રિપોર્ટ

કોરોના વૅક્સીન માટે ₹ 500 અબજ ખર્ચ કરશે મોદી સરકાર: રિપોર્ટ

0
90
  • દરેક નાગરિકને કોરોના વૅક્સીન આપવા પાછળ 6-7 ડૉલરનો ખર્ચ
  • દેશમાં કોરોના વૅક્સીનના વિતરણ માટે 500 અબજ રૂપિયાનું બજેટ નક્કી કરાયું

નવી દિલ્હી: ભારત સરકારે (Modi Govt) દેશના નાગરીકોને કોરોના વૅક્સીન (Corona Vaccine) પૂરી પાડવાની યોજના બનાવવાનું શરૂ કરી દીધુ છે. આ કામ માટે સરકારે અંદાજે 500 અબજ રૂપિયાનું બજેટ રાખ્યું છે.

સરકારના (Modi Govt) અંદાજા અનુસાર, દેશના એક નાગરિકને કોરોના વૅક્સીનનો (Corona Vaccine) ડોઝ આપવા પાછળ 6-7 ડૉલર એટલે કે 500 રૂપિયાથી વધુનો ખર્ચ આવશે. આજ કારણ છે કે, સરકારે 130 કરોડ લોકોને કોરોના વૅક્સીન (Covid-19 Vaccine) આપવા માટે 7 બિલિયન ડૉલર એટલે કે 500 અબજ રૂપિયાનું બજેટ નક્કી કર્યું છે.

આ અંગે સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો પ્રમાણે, સરકાર (Modi Govt) આ બજેટની વ્યવસ્થા હાલના નાણાંકીય વર્ષના અંતમાં કરી દેશે. જે બાદ કોરોના વૅક્સીન (Corona Vaccine) પૂરી પાડવાના કામમાં ફંડની કોઈ કમી નહીં આવે. સેન્ટર ફૉર ડિસીઝ ડાયનેમિક્સ, ઈકોનોમિક્સ એન્ડ પૉલિસીના ડિરેક્ટર રામાનન લક્ષ્મીનારાયણનું કહેવું છે કે, ભારત કોરોના વૅક્સીનનું(Covid-19 Vaccine) મોટુ ખરીદાર અને વિક્રેતા પણ છે. એવામાં આશા છે કે, ભાવતાલમાં આ કિંમત ઓછી પણ થઈ શકે છે.

ભારતના પૂણે સ્થિત સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયા વિશ્વની સૌથી મોટી વૅક્સીન મેન્યુફેક્ચરર (Corona Vaccine) કંપની છે. તાજેતરમાં આદર પૂનાવાલાએ પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે, દેશના દરેક નાગરિકોને કોરોના વૅક્સીનનો (Covid-19 Vaccine) ડોઝ આપવા માટે ભારત સરકારને લગભગ 800 અબજ રૂપિયાની જરૂરત પડશે. આ રૂપિયા વ‌ૅક્સીનની ખરીદી સાથે જ તેને દેશના વિવિધ વિસ્તારોમાં સપ્લાય કરવા પાછળ ખર્ચ થશે.

આ પણ વાંચો: બિહાર ચૂંટણી: PM મોદી અને રાહુલ ગાંધી જાહેરસભાઓ ગજવશે, સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત

સમગ્ર ભારતમાં કોરોના વ‌‌ૅક્સીનની (Corona Vaccine) ડિલીવરી કરવી એક પડકાર જનક કામ હશે. એક અંદાજા અનુસાર, વિશ્વભરમાં કોરોના વૅક્સીનનો ડોઝ પૂરો પાડવા માટે 8000 કાર્ગો પ્લેનને ઉડાવવા પડશે.

બાયોકૉન લિમિટેડના ફાઉન્ડર કિરન મજૂમદાર શૉએ ગત સપ્તાહે બ્લૂમબર્ગ ઈન્ડિયા ઈકોનૉમિક ફોરમની બેઠકમાં કહ્યું હતું કે, ભારતમાં કોરોના વૅક્સીન દરેક નાગરિકોને ઉપલબ્ધ કરાવવા માટે સૌથી મોટો પડકાર કોલ્ડ ચેન લૉજિસ્ટિકનો હશે. જેથી ઓછા સમયમાં નિર્ધારિત સ્થળ સુધી પહોંચવું પડશે.

સરકાર દ્વારા બનાવવામાં આવેલ વૈજ્ઞાનિકોની એક પેનલે દાવો કર્યો છે કે, ભારતમાં કોરોનાનું પીક પસાર થઈ ચૂક્યો છે. ફેબ્રુઆરી સુધીમાં કોરોનાનું સંક્રમણ કાબૂમાં આવી શકે છે. જો કે પેનલે આગામી તહેવારોની સિઝનને લઈને ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે, તહેવારો દરમિયાન ફરીથી કોરોનાના કેસો વધી પણ શકે છે.