Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > દીવાળી પહેલા સરકારની ગીફ્ટ! લૉકડાઉનમાં લોન ના ચૂકવી શકનારાને વ્યાજમાં મળી મોટી રાહત

દીવાળી પહેલા સરકારની ગીફ્ટ! લૉકડાઉનમાં લોન ના ચૂકવી શકનારાને વ્યાજમાં મળી મોટી રાહત

0
92

નવી દિલ્હી: કોરોના મહામારી (Corona Pandemic) અને લૉકડાઉનના (India Lockdown) કારણે કથળી ગયેલા અર્થતંત્રને પરત પાટા પર લાવવા માટે સરકારે મોટું પગલુ ભર્યું છે. મોદી સરકારે (Modi Govt) શનિવારે એક સર્ક્યૂલર જાહેર કરીને કહ્યું કે, જે લોકોએ નેશનલ બેંક કે NBFC જેવી અન્ય નાણાંકીય સંસ્થાઓ પાસેથી બે કરોડ રૂપિયા સુધીની લોન લીધી છે, તેમનું લોકડાઉનના સમય એટલે કે કુલ 6 મહિના સુધીનું ચક્રવૃદ્ધી વ્યાજ માફ (Loan Interest Relief) થશે.

જેનો અર્થ છે કે, લૉકડાઉનના (India Lockdown) એલાન બાદ 1 માર્ચ 2020 થી 31 ઓગસ્ટ 2020ની વચ્ચે જેમણે પણ લોન લઈ રાખી હતી, તેમના પર લાગૂ થનારા ચક્રવૃદ્ધિ વ્યાજને સરકાર માફ (Loan Interest Relief) કરશે. એટલે કે, જો કોઈ ગ્રાહક પર લોનના ચૂકવી શકવાના કારણે સાધારણ વ્યાજની જગ્યાએ ચક્રવૃદ્ધિ વ્યાજ ચડ્યુ છે, તો તેના ડિફરન્સની ચૂકવણી સરકાર કરશે.

આ પણ વાંચો: દીવાળી પહેલા PM મોદીની ગુજરાતના ખેડૂતોને ગિફ્ટ, ‘કિસાન સૂર્યોદય યોજના’ લૉન્ચ

જણાવી દઈએ કે, રિઝર્વ બેંકે પહેલા જ બેંકોને લોનધારકોને મોરેટોરિયમ આપવા માટે કહ્યું હતું. જેથી મહામારીના (Corona Pandemic) સમય દરમિયાન વ્યાજ ચૂકવવાના ભારણથી બચી જાય. આમ છતાં કેટલીક બેંકોએ ગ્રાહકો પર સાધારણ વ્યાજની જગ્યાએ ચક્રવૃદ્ધી વ્યાજ વસૂલવાનું ચાલુ રાખ્યું. હવે તેના પર કેન્દ્રની આ મોટી રાહત નાના અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) અને વ્યક્તિગત લોન લેનારા લોકો માટે મોટી રાહત (Loan Interest Relief) બનીને આવ્યો છે.

શું છે સરકારની જાહેરાત?
સરકારે સર્ક્યૂલર ઈસ્યૂ કરીને કહ્યું છે કે, તમામ બેંકો હવે લોન ધારકો પાસેથી વસૂલવામાં આવેલ ચક્રવૃદ્ધી વ્યાજ અને સાધારણ વ્યાજના ડિફરન્સને પરત કરશે. એટલે કે જેમણે લોકડાઉન દરમિયાન ચક્રવૃદ્ધી વ્યાજ બેંકોમાં ભર્યું છે. તેમને તેનો ડિફરન્સ પરત મળશે. જ્યારે જેમણે મોરેટોરિયમ દરમિયાન વ્યાજ નથી ચૂકવ્યું, તેમણે સામાન્ય વ્યાજ જ ભરવું પડશે.

નાણાં મંત્રાલયે કહ્યું છે કે, જે લોકોના દેવાનો બોઝ સરકાર વહન કરશે. તેમાં બે કરોડ રૂપિયાથી ઓછાની લઘુ અને મધ્યમ ઉદ્યોગ લોન (MSMEs) લોન, એજ્યુકેશન લોન, હાઉસિંગ લોન, કન્ઝ્યૂમર ડ્યૂરેબલ લોન, ક્રેડિટ કાર્ડના બાકી, ઑટો લોન, પર્સનલ લોન અને પ્રોફેશનલ લોન લેનારા લોકો સામેલ થશે.

.