Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > Ayushman Sahakar Yojana: ગામડાઓમાં મેડિકલ કોલેજ કે હોસ્પિટલ ખોલવું બન્યું સરળ

Ayushman Sahakar Yojana: ગામડાઓમાં મેડિકલ કોલેજ કે હોસ્પિટલ ખોલવું બન્યું સરળ

0
147
  • મોદી સરકારે લૉન્ચ કરી 10 હજાર કરોડની આયુષ્માન સહકાર યોજના
  • દેશના ગામડાઓમાં હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનશે મજબૂત
  • મેડિકલ કૉલેજ ખોલવા માટે વ્યાજબી દરે મળશે લોન
  • હવે ગ્રામજનોને સારવાર માટે શહેરમાં નહી દોડવું પડે, ગામડામાં જ મળશે શ્રેષ્ઠ સારવાર

નવી દિલ્હી: ગામડાઓમાં સ્વાસ્થ્ય વ્યવસ્થાઓ સુધારવા માટે કેન્દ્ર સરકારે આયુષ્માન સહકાર યોજનાની (Ayushman Sahakar Yojana) શરૂઆત કરી છે. આ માટે સહકારી સમિતીઓને 10 હજાર કરોડ રૂપિયા સુધીની લોન પૂરી પાડવામાં આવશે. જેનાથી ગ્રામીણ વિસ્તારોમાં હોસ્પિટલ, મેડિકલ કૉલેજ ખોલવાથી લઈને અન્ય સ્વાસ્થ્ય સુવિધાઓમાં સુધારો થશે. આ યોજના અંતર્ગત લોન પૂરી પાડવાની જવાબદારી નેશનલ કૉ-ઑપરેટિવ ડેવલોપમેન્ટ કોર્પોરેશન (NCDC)ની રહેશે.

શું છે આયુષ્માન સહકાર યોજના
દેશના ગ્રામીણ વિસ્તારોમાં સ્વાસ્થ્ય સેવાઓના માળખાને મજબૂત કરવાના હેતુથી સરકારે આયુષ્માન સહકાર યોજનાની (Ayushman Sahakar Yojana) શરૂઆત કરી છે. જેને આયુષ્માન ભારત યોજનાની પેટર્ન પર જ લૉન્ચ કરવામાં આવી છે. ગામડાઓમાં હોસ્પિટલની સ્થિતિ અને મેનેજમેન્ટ સુધરવામાં આવે, તેના પર જ આ યોજનાનો ફોક્સ રહેશે.

ગ્રામજનોને સારવાર માટે શહેરની તરફ ના જવું પડે તે માટે ગામડાઓમાં જ શ્રેષ્ઠ હોસ્પિટલ અને મેડિકલ કૉલેજ ખોલવા પર ભાર મૂકવામાં આવશે. આ માટે વ્યાજબી દરે લોન પૂરી પાડવામાં આવશે. દેશમાં હાલના સમયે અંદાજે 52 હોસ્પિટલો સહકારી સમિતિઓ દ્વારા સંચાલિત છે. જેમાં બેડની સંખ્યા 5000ની આસપાસ છે.

કેવી રીતે મળશે લોન?
NCDCના મેનેજિંગ ડિરેક્ટરના જણાવ્યા પ્રમાણે, 9.6 ટકાના વ્યાજ દર પર લોન આપવામાં આવશે. યોજના (Ayushman Sahakar Yojana) અંતર્ગત એલોપેથી કે આયુષ હોસ્પિટલ, મેડિકલ કૉલેજ, લેબોરેટરી, ડાયગ્નોસ્ટિક સેન્ટર, મેડિકલ સેન્ટર ખોલવા માટે લોન પૂરી પાડવામાં આવશે.

આ પણ વાંચો: BSEના ઑપ્શનમાં ઉલટફેર કરીને કૌભાંડ, ₹ 8200 કરોડની ટેક્સ ચોરીનો ખુલાસો

કુલ 10 હજાર કરોડનું ફંડ અત્યારે રાખવામાં આવ્યું છે. લોન લેવા માટે અરજદારે ફોર્મ ભરીને અરજી કરવી પડશે. અરજી પાસ થવા પર તેમને લોન પૂરી પાડવાનું કામ શરૂ કરવામાં આવશે.

કંઈ સુવિધા મળશે?
આયુષ્માન સહકાર યોજના (Ayushman Sahakar Yojana)અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં હોસ્પિટલ, હેલ્થકેર અને એજ્યુકેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપના, આધૂનિકીકરણ અને રિનોવેશનનું કામ થશે. આ સિવાય સહકારી હોસ્પિટલોની મેડિકલ અને આયુષ શિક્ષા શરૂ કરવામાં પણ મદદ કરવામાં આવશે. સ્કીમ ઑપરેશન રિક્વાયરમેન્ટને પૂરી કરવા માટે વર્કિંગ કેપિટલ અને માર્જિન મની પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આટલું જ નહીં, વધારે મહિલા સભ્યો ધરાવતી સહકારી સમિતિઓને 1 ટકાનું ઈન્ટ્રેસ્ટ સબવેંશન ઉપલબ્ધ કરવામાં આવશે.