Gujarat Exclusive > દેશ-વિદેશ > શું મોદી સરકારે કોઈ તૈયારી વિના જ વૅક્સિનેશનના ત્રીજા તબક્કાનું એલાન કરી દીધુ?

શું મોદી સરકારે કોઈ તૈયારી વિના જ વૅક્સિનેશનના ત્રીજા તબક્કાનું એલાન કરી દીધુ?

0
53

નવી દિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ સતત વધી રહ્યો છે. દિલ્હીથી મહારાષ્ટ્ર સુધી હાહાકાર મચ્યો છે. હોસ્પિટલોમાં બેડ, ઑક્સિજન સહિત અનેક જરૂરી દવાઓની અછત વર્તાઈ રહી છે. આ દરમિયાન સરકારે 1 મેથી 18 વર્ષથી વધુ વયના લોકો માટે વૅક્સિનેશન અભિયાન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જેના માટે રજિસ્ટ્રેશન પણ શરૂ થઈ ચૂક્યુ છે. જો કે અનેક રાજ્યો તરફથી વૅક્સિનની કમી હોવાની ફરિયાદો મળી છે. Covid Vaccination

રાજ્યોનું કહેવું છે કે, વૅક્સિનની કમીની સ્થિતિમાં તેઓ પહેલી મેથી વૅક્સિનેશન અભિયાન શરૂ કરવામાં સક્ષમ નથી. એવામાં સવાલ ઉઠી રહ્યાં છે કે, જો દેશમાં વૅક્સિન ઉપલબ્ધ જ નથી, રાજ્યો પાસે પૂરતો સ્ટોક જ નથી તો પછી શું કોઈ તૈયારી વિના વૅક્સિનેશનના ત્રીજા તબક્કાનું એલાન કરી દેવામાં આવ્યું?

દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને કર્ણાટક સહિત અનેક રાજ્યોએ કહ્યું કે, તેમની પાસે વૅક્સિનની કમી છે. એવામાં તેઓ પહેલી મેથી વૅક્સિનેશન અભિયાનના ત્રીજા તબક્કાની શરૂઆત કરવામાં અસમર્થ છે. જણાવી દઈએ કે, આમા માત્ર વિપક્ષી પાર્ટીની સરકાર હોય તેવા રાજ્યો જ નહીં, પરંતુ ભાજપ શાસિત રાજ્યો પણ સામેલ છે. Covid Vaccination

મહારાષ્ટ્ર સરકારે 18થી વધુ વયના તમામ લોકોને મફત વૅક્સિન આપવાની જાહેરાત કરી છે, પરંતુ હજુ સુધી વૅક્સિન નથી અપાઈ. રાજ્ય સરકારનું કહેવું છે કે,તેમણે વૅક્સિનનો ઓર્ડર આપી દીધુ છે, પરંતુ સપ્લાય હજુ સુધી નથી થયું. મહારાષ્ટ્રમાં સ્થિતિ ગંભીર છે અને હાલ 45થી વધુ વયના લોકોને પણ વૅક્સિન નથી મળી રહી. આવી સ્થિતિમાં મુંબઈમાં ત્રણ દિવસ માટે વૅક્સિનેશન ડ્રાઈવ રોકી દેવામાં આવી છે.

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને થોડા દિવસો પહેલા જ સ્પષ્ટ કહ્યું હતું કે, તેમણે વૅક્સિનનો ઓર્ડર આપી દીધો છે, પરંતુ વૅક્સિન બનાવતી કંપનીઓ તરફથી કોઈ જવાબ નથી મળ્યો. એવામાં યુવાનોએ ધીરજ રાખવી પડશે, કારણ કે 1 મેથી વૅક્સિનેશન શરૂ નહીં થઈ શકે. ખુદ મુખ્યમંત્રી કેજરીવાલે જ આજે જાહેર કર્યું છે કે, દિલ્હી પાસે વૅક્સિન ના હોવાથી કાલથી લોકો વૅક્સિન માટે લાઈન ના લગાવે. વૅક્સિનનો સ્ટોક આવશે એટલે જાણ કરવામાં આવશે.

આ પણ વાંચો:  ધન્વતરી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવાની પ્રક્રિયા વધુ સરળ બનાવાઇ  Covid Vaccination

ભાજપ શાસિત રાજ્ય મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ થોડા દિવસો પહેલા જાહેરાત કરી હતી કે, 1 મેથી 18થી વધુ વયના લોકોને વૅક્સિન નહીં મળે, કારણ કે વૅક્સિનનો જે ઑર્ડર આપ્યો છે, તે હજુ સુધી મળ્યો જ નથી. હાલ રાજ્યમાં 45થી વધુ વયના લોકો માટે જ વૅક્સિનેશન કાર્યક્રમ યથાવત છે.

છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બધેલે પણ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે કોવિશીલ્ડ અને કોવેક્સિનની 25-25 લાખ ડોઝની માંગણી કરી છે. જેમાં 3 લાખ ડોઝ જ મે મહિનામાં રાજ્યને મળશે. આવી સ્થિતિમાં હાલમાં મોટી સંખ્યામાં રજિસ્ટ્રેશન થવા અને વૅક્સિનેશન ઉપલબ્ધ નહી હોવાથી વૅક્સિનેશન સેન્ટર પર હોબાળો થઈ શકે છે.

રાજસ્થાન સરકારે પણ વૅક્સિનની કમીના કારણે 15 મેથી વૅક્સિનેશન પોગ્રામનો ત્રીજો તબક્કો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રઘુ શર્માના જણાવ્યા મુજબ, રાજસ્થાનને લગભગ 7 કરોડ વૅક્સિનની આવશ્યક્તા છે. 3.75 કરોડ વૅક્સિનનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે, પરંતુ સીરમ ઈન્સ્ટીટ્યૂટનું કહેવું છે કે, 15 મે સુધી જ વૅક્સિનનો સપ્લાય થઈ શકશે. Covid Vaccination

કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રી ડૉ સુધાકરે જણાવ્યું કે, અમે સીરમ ઈન્સ્ટીટ્યૂટને એક કરોડ ડોઝ લેવાનો ઓર્ડર આપ્યો છે, પરંતુ તેઓ કાલ સુધી વૅક્સિન આપવા તૈયાર નથી. અમારી 18-44 વયજૂથના લોકોને અપીલ છે કે, કાલે તેઓ હોસ્પિટલ ના આવે, કારણ કે રાજ્યમાં વૅક્સિન જ નથી.

જણાવી દઈએ કે, અનેક રાજ્યોએ પોતાના ત્યાં 1 મેથી વૅક્સિનેશન અભિયાન શરૂ કરવાનો ઈનકાર કરી દીધો છે, પરંતુ 18થી વધુ વયના લોકો માટે જેવું રજિસ્ટ્રેશન શરૂ થયું, તેમણે કોવિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવી દીધુ છે. પહેલા જ દિવસે પોર્ટલ પર લગભગ સવા કરોડ રજિસ્ટ્રેશન થયા અને બીજા દિવસે 1 કરોડ લોકો રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યાં છે. વૅક્સિન ક્યારે મળશે? તેનું હજુ સુધી કોઈ ઠેકાણું જ નથી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat