Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોનાને લઈને નાણાંમંત્રી નિર્મલા સીતારામણના પતિએ મોદી સરકારની નીતિઓ પર ઉઠાવ્યા સવાલ

કોરોનાને લઈને નાણાંમંત્રી નિર્મલા સીતારામણના પતિએ મોદી સરકારની નીતિઓ પર ઉઠાવ્યા સવાલ

0
88

નવી દિલ્હી: ભારતભરમાં કોરોના વાઈરસની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. જેના કારણે પ્રતિદિન દેશમાં હજારો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યાં છે, ત્યારે નાણાંમંત્રી નિર્મલા સીતારમણના પતિ પરકલા પ્રભાકરે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. Covid Pandemic In India  

પરકલા પ્રભાકરનું કહેવું છે કે, કોવિડ હોસ્પિટલોની બહાર એમ્બ્યુલન્સો અને કોરોના સંક્રમિતોની લાંબી લાઈનો, સ્મશાનોમાં એક સાથે ડઝનો ચિતા, એક બેડ પર અનેક દર્દીઓની તસવીરોએ સમગ્ર દેશને હચમચાવી નાંખ્યો છે. જો કે આપણાં રાજકીય અને ધાર્મિક નેતાઓને તેની કોઈ ચિંતા જ નથી.

રાજકીય પાર્ટીઓ માટે ચૂંટણી જરૂરી બની ગઈ છે, તો ધાર્મિક નેતાઓ માટે તેમની ધાર્મિક ઓળખ અગત્યની થઈ ગઈ છે. પબ્લિક હેલ્થ અને લોકોની જિંદગીનું તેમના માટે કોઈ મહત્વ નથી.

આપણે ટીવીમાં જોઈ શકીએ છીએ કે, કેવી રીતે દેશના પ્રધાનમંત્રી, કેન્દ્રીય મંત્રી, મુખ્યમંત્રીઓ અને વિપક્ષી નેતાઓની ચૂંટણી સભાઓમાં હજારોની ભીડ એકઠી કરવામાં આવી.

આ પણ વાંચો:  ‘શાકાહારી, સિગારેટ પીનારા અને ‘O’ બ્લડ ગ્રુપ ધરાવતા લોકોથી દૂર રહે છે કોરોના વાઈરસ’ Covid Pandemic In India  

આ સાથે જ તેમણે જણાવ્યું કે, લોકોના જીવની ચિંતા કર્યા વિના કુંભ મેળામાં શાહી સ્નાન માટે લાખો લોકો એકઠા થાય છે. જ્યારે ત્યાં સ્થિતિ વણસે છે, ત્યારે ધાર્મિક નેતાઓને નિવેદન આવે છે કે, હવે કુંભ મેળાને સાંકેતિક રાખવામાં આવશે.

તેઓ આટલેથી ના અટકતા તેમણે પશ્ચિ્મ બંગાળમાં યોજાઈ રહેલી ચૂંટણીને લઈને ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસને આડેહાથ લીધી હતી. તેમણે કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી કોવિડ ગાઈડલાઈન્સના લીરેલીરા ઉડાવતા જંગી જનસભાઓ કરી રહ્યાં છે. Covid Pandemic In India  

હદ તો ત્યારે થઈ, જ્યારે એક્સપર્ટ અને કેટલાક રાજકીય નેતાઓ કોરોના સંકટ વચ્ચે આ ચૂંટણી રેલીઓ અને કુંભ મેળાને યોગ્ય ઠેરવી રહ્યાં છે. વધારે હેરાની ત્યારે થઈ, જ્યારે તેઓ એવો તર્ક આપે છે કે, અન્ય દેશોની સરખામણીમાં ભારતની સ્થિતિ સારી છે. જ્યારે હકીકતમાં આપણા દેશની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. જે પ્રકારે પ્રતિદિર હજારો લોકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યાં છે, તેને લઈને સરકારે યોગ્ય પગલા ભરવા જોઈએ.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat