Gujarat Exclusive > દેશ-વિદેશ > સરકારની મોટી જાહેરાત, દરેક કોરોના વૉરિયર્સને મળશે 50 લાખનું વીમા કવર

સરકારની મોટી જાહેરાત, દરેક કોરોના વૉરિયર્સને મળશે 50 લાખનું વીમા કવર

0
414

કોરોનાની આ મહામારીમાં જ્યાં એકતરફ સમગ્ર દેશ એકજૂટ થઈ રહ્યો છે, ભારત સરકાર અને રાજ્ય સરકાર અલગ-અલગ પ્રકારના રાહત પેકેજની જાહેરાત કરી રહી છે, ત્યારે નાણાંમંત્રી નિર્મલા સીતારમણે પણ મોટા આર્થિક પેકેજની જાહેરાત કરી છે.

જણાવી દઈએ કે, નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કોરોનાથી લોકોનો બચાવ કરી રહેલા અને ખુદ પોતાનું જીવન જોખમમાં મૂકનારા સ્વચ્છતા કર્મચારી, મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ માટે 50 લાખ રૂપિયાના વીમા કરવાની જાહેરાત કરી છે. આ વીમા યોજના આગામી 3 મહિના માટે લાગૂ કરવામાં આવી છે. આ સાથે જ નાણામંત્રીએ કોરોના પર જલ્દી કાબૂ મેળવવાની વાત જણાવી છે. સરકારની આ જાહેરાત બાદ 20 લાખ મેડિકલ સ્ટાફ અને કોરોના વૉરિયર્સને તેને ફાયદો મળશે.

આ સાથે જ નાણામંત્રીએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત 1.70 કરોડ રૂપિયાના આર્થિક પેકેજની પણ જાહેરાત કરી છે. ભારત સરકાર ઉપરાંત તમામ રાજ્ય સરકારો પણ રાહત પેકેજની જાહેરાક કરી રહ્યાં છે. ગુરૂવારે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ 100 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે. જેનો લાભ રાજ્યના તમામ આર્થિક પછાત વર્ગના લોકોને મળશે.

કોરોનાની અસર, પાણીના ભાવે વેચાવા જઈ રહ્યું છે ક્રૂડ ઓઈલ!