Gujarat Exclusive > રાજનીતિ > મોદી સરકારે રાષ્ટ્રપતિના સચિવને બનાવ્યા CVC, નિમણૂંક પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

મોદી સરકારે રાષ્ટ્રપતિના સચિવને બનાવ્યા CVC, નિમણૂંક પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

0
315

નવી દિલ્હી: સેન્ટ્રલ વિજિલન્સ કમિશ્નર (CVC) અને ચીફ ઈન્ફોર્મેશન કમિશ્નર (CIC)ની મંગળવારે થયેલી નિયૂક્તિ વિવાદોમાં સપડાઈ છે. સરકારે લોકસભામાં વિપક્ષ નેતા અધીર રંજન ચૌધરીના વિરોધ છત્તા રાષ્ટ્રપતિના સચિવ સંજય કોઠારીને આગામી CVA અને બિમલ જૂલ્કાને આગામી CIC તરીકે નિમણૂંક આપી છે. આ સાથે જ આંધ્રા બેંકના પૂર્વ CEO સુરેશ એન પટેલને CVCમાં નવા વિજિલન્સ કમિશ્નર બનાવવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવાસ પર મંગળવારે દોઢ કલાક ચાલેલી બેઠકો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ બેઠકમાં સામેલ પેનલે બહુમતથી સુરેશ પટેલને નવા વિજિલન્સ કમિશ્નર અને અનિતા પાંડોવને નવા કેન્દ્રીય ઈન્ફોર્મેશન કમિશ્નર બનાવવાનો નિર્ણય લીધો હતો. DOPTના પૂર્વ સચિવ રાજીવ કોઠારી હાલ ભારતના રાષ્ટ્રપતિના સચિવ છે. જ્યારે પૂર્વ સૂચના અને પ્રસારણ સચિવ જૂલ્કા હાલ ઈન્ફોર્મેશન કમિશ્નર છે. આ બેઠકમાં વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહે ભાગ લીધી હતો. આ ઉપરાંત MOS, PMO અને DOPT જિતેન્દ્ર સિંહ, કેબિનેટ સચિવ રાજીવ ગૌબા અને DOPT સચિવ સી ચંદ્રમૌલી પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ અંગે લોકસભામાં કોંગ્રેસ નેતા ચૌધરીએ તર્ક આપ્યો કે, PMO દ્વારા CVCની નિમણૂંકને લઈને જે દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા છે, તેમાં કંઈ સ્પષ્ટ નથી અને અનેક ખામીઓ છે. અમારો વાંધો એ હતો કે, નાણાં સચિવ રાજીવ કુમાર જે ખુદ સર્ચ કમિટીના સભ્ય, CVC માટે અરજકર્તા પણ બની ગયા છે અને અંતમાં સર્ચ કમિટી દ્વારા CVC પદ માટે તેમને શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહે અમારા વિરોધને નજર અંદાજ કરીને બહુમતના નિર્ણયથી કોઠારીની નિમણૂંક કરી છે.

#AGTChampions: મુંબઈના ડાન્સ ગ્રુપે અમેરિકામાં ટેલેન્ટ શૉ જીતીને રચ્યો ઈતિહાસ