Gujarat Exclusive > આપણી જરૂરિયાત > કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારની ભેટ, DAમાં વધારો કરવામાં આવ્યો

કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારની ભેટ, DAમાં વધારો કરવામાં આવ્યો

0
80

નવી દિલ્હી: કોરોના સંકટ અને વધતી મોંઘવારી વચ્ચે કેન્દ્ર સરકાર તરફથી કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપવામાં આવી છે. સુત્રો અનુસાર, કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થા (DA)ને 17 ટકા વધારીને 28 ટકા કરી દીધો છે.

મોંઘવારી ભથ્થા (DA)માં કુલ 11 ટકાનો વધારો થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં બુધવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મહત્વપૂર્ણ છે કે કેન્દ્રીય કર્મચારીઓને DAના ત્રણ હપ્તા આવવાના બાકી હતા. કોરોના સંકટ દરમિયાન સરકાર તરફથી DA પર રોક લગાવી દેવામાં આવી હતી. હવે DA વધ્યા બાદ સપ્ટેમ્બરથી બંપર સેલેરી આવવાની આશા છે.

કોરોના સંકટ વચ્ચે કેન્દ્ર સરકાર તરફથી 1 જાન્યુઆરી 2020થી ડીએને રોકી દેવામાં આવ્યુ હતું. બાદમાં તેને 1 જુલાઇ 2021 સુધી રોકવામાં આવ્યુ હતુ પરંતુ હવે જ્યારે ડીએને લઇને કેન્દ્રીય કેબિનેટમાં કેટલાક નિર્ણય થયા છે ત્યારે સપ્ટેમ્બરથી કર્મચારીઓને તેનો લાભ ફરીથી મળી શકે છે.

ત્રણ વાગ્યે કેબિનેટ નિર્ણયની બ્રીફિંગ

કેબિનેટ વિસ્તાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં બુધવારે કેન્દ્રીય કેબિનેટની બીજી મહત્વની બેઠક મળી હતી. આશરે એક વર્ષ બાદ આ બેઠક આમને-સામને થઇ છે, જેમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો: કોરોના કાળમાં કાંવડ યાત્રા પર સુપ્રીમ કોર્ટની ફટકાર, યુપી સરકારને નોટિસ મોકલી

સતત મોંઘવારીનો માર

કોરોના સંકટ કાળ વચ્ચે અર્થવ્યવસ્થા નબળી છે અને બજારમાં કમાણી પણ ઓછી છે. આ વચ્ચે મોંઘવારીનો બોઝ પણ લોકો પર પડી રહ્યો છે. સતત પેટ્રોલ,ડીઝલના ભાવ વધી રહ્યા છે. આ સિવાય ખાદ્ય તેલના ભાવમાં પણ બંપર વધારો થઇ રહ્યો છે.

મહત્વપૂર્ણ છે કે દિલ્હી સહિત દેશના કેટલાક મોટા શહેરોમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયા પ્રતિ લીટરને પાર કરી ગયા છે જ્યારે ડીઝલના ભાવ પણ વધી રહ્યા છે. આ સિવાય ઘરેલુ ગેસના ભાવમાં પણ વધારો થયો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat