Gujarat Exclusive > આપણી જરૂરિયાત > GST Collection: મોદી સરકારની કમાણી વધી, GST ઇતિહાસમાં બીજી વખત સૌથી વધુ કલેક્શન

GST Collection: મોદી સરકારની કમાણી વધી, GST ઇતિહાસમાં બીજી વખત સૌથી વધુ કલેક્શન

0
92

નવી દિલ્હી: તહેવારની સીઝન વચ્ચે મોદી સરકાર માટે GST Collectionના મોરચા પર સારા સમાચાર આવ્યા છે. દેશમાં GST લાગુ થયા બાદ ઓક્ટોબર-2021માં બીજી વખત સૌથી વધુ જીએસટી કલેક્શન થયુ છે. આ પહેલા એપ્રિલ-20221માં સૌથી વધુ રેકોર્ડ 1.41 લાખ કરોડ રૂપિયાનું જીએસટી કલેક્શન થયુ હતુ.

ઓક્ટોબર-2021માં જીએસટી કલેક્શન 1,30,127 કરોડ રૂપિયા રહ્યુ છે. જીએસટી લાગુ થયા બાદથી આ બીજુ સૌથી વધુ કલેક્શનનો આંકડો છે. વાર્ષિક આધાર પર ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન 24 ટકા વધ્યુ છે. જ્યારે નાણાકીય વર્ષ 2019-20ની ઓક્ટોબરની તુલનામાં ટેક્સ કલેક્શનમાં 36 ટકા વધારો થયો છે. ગત નાણાકીય મહિના એટલે કે સપ્ટેમ્બર-2021માં જીએસટી કલેક્શન 1.17 લાખ કરોડ રૂપિયા રહ્યુ હતુ.

ઇકોનૉમીમાં સુધારાના સંકેત

ચાલુ નાણાકીય વર્ષની શરૂઆતમાં દેશ કોવિડ-19ની બીજી ભયાનક લહેરનો સામનો કરી રહ્યો હતો. જેનાથી દેશની ઇકોનોમી પર પણ અસર પડી હતી પરંતુ હવે ઇકોનોમીમાં સુધારાના સંકેત મળી રહ્યા છે. ઓક્ટોબર સતત ચોથો મહિનો છે જ્યારે જીએસટી કલેક્શન 1 લાખ કરોડ રૂપિયાથી વધુ રહ્યુ છે.

ઓક્ટોબર-2021માં જીએસટી કલેક્શન 1,30,127 કરોડ રૂપિયા રહ્યુ છે. જ્યારે સપ્ટેમ્બરમાં 1.17 લાખ કરોડ રૂપિયાનું જીએસટી મળ્યુ હતુ. નાણા મંત્રાલયના આંકડાના હિસાબથી ઓગસ્ટમાં સરકારનું જીએસટી સંગ્રહ 1.12 લાખ કરોડ રૂપિયા હતુ. જ્યારે જુલાઇ 2021માં આ 1.16 લાખ કરોડ રૂપિયા હતુ. આ પહેલા જૂનમાં આ 92,849 કરોડ રૂપિયા જ રહ્યુ હતુ. જોકે, એપ્રિલ અને મેમાં પણ આ 1 લાખ કરોડ રૂપિયાથી વધુ હતુ.

આ પણ વાંચો: અંડરવર્લ્ડ સાથે જેમના સબંધ…; નવાબ મલિકના આરોપો પર દેવેન્દ્ર ફડણવીસ ભડક્યા

PMIમાં પણ સુધારો

આ સિવાય મંથલી આઇએચએસ માર્કેટ ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ પરચેજિંગ મેનેજર્સ ઇંડેક્સ (PMI)માં ઓક્ટોબરમાં સતત ચોથા મહિને વિસ્તાર જોવા મળ્યો, જે ફેબ્રુઆરી બાદથી પરિચાલન સ્થિતિમાં સૌથી મજબૂત સુધારા તરફ ઇશારો કરે છે. ફેબ્રુઆરી બાદ આ સતત ચોથો મહિનો છે જ્યારે આ આંકડામાં તેજી જોવા મળી રહી છે.

PMIના 1 નવેમ્બરે જાહેર સર્વે અનુસાર દેશની મેન્યુફેક્ચરિંગ PMI ઓક્ટોબર મહિનામાં 55.9 પર રહી છે. બીજી તરફ સપ્ટેમ્બરમાં આ 53.7 અને ઓગસ્ટમાં 52.3 પર રહી હતી. PMI માનક પર નજર કરીએ તો 50ની ઉપરના મીનનો અર્થ થાય છે ઇકોનોમીનો વિસ્તાર થઇ રહ્યો છે. જ્યારે 50ના નીચે આંકડા ઇકોનોમીમાં ઘટાડાનો સંકેત આપે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat