Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > મોદી સરકાર લેબર કોડ લાગું કરવા તૈયાર, જાણો શું બદલાશે તમારા જીવનમાં

મોદી સરકાર લેબર કોડ લાગું કરવા તૈયાર, જાણો શું બદલાશે તમારા જીવનમાં

0
319

મોદી સરકાર 1 ઓક્ટોબરથી લેબર કોડના નિયમો લાગુ કરી શકે છે. મીડિયા અહેવાલો અનુસાર, મોદી સરકાર 1 જુલાઈથી શ્રમ સંહિતાના નિયમોનો અમલ કરવા માંગતી હતી, પરંતુ રાજ્ય સરકારોની તૈયારી ન હોવાથી તે નિર્ણયને થોડા સમય માટે ટાળવામાં આવ્યો છે. હવે મોદી સરકારે 1 ઓક્ટોબરથી તેનો અમલ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. જો આ નિયમો 1 ઓક્ટોબરથી લાગુ થાય છે, તો તમે ઓફિસમાં 12 કલાક કામ કરશો તો એક સપ્તાહની 3 દિવસની રજા મેળવી શકો છો. લેબર કોડના નિયમો પછી તમારી નોકરી અને પગાર કેવી રીતે બદલાશે તે જોઈએ.

અત્યારે મોટાભાગની કચેરીઓમાં 8 થી 9 કલાકની પાળી અથવા ઓફિસનો સમય હોય છે. નવા લેબર કોડમાં, કામના કલાકો વધારીને 12 કલાક કરવાની જોગવાઈ છે. અઠવાડિયામાં 48 કલાક કામ કરવું જોઈએ. જો કોઈ વ્યક્તિ દિવસમાં 8 કલાક કામ કરે છે, તો તેણે અઠવાડિયામાં 6 દિવસ કામ કરવું પડશે. 9 કલાક કામ કરવાથી અઠવાડિયામાં 5 દિવસ કામ કરવું પડશે. જો તમે 12 કલાક કામ કરો છો, તો તમને અઠવાડિયામાં 3 દિવસની રજા મળશે. એટલે કે, જો તમે સોમવારથી ગુરુવાર 4 દિવસ માટે 12 કલાક કામ કરો છો, તો પછી અઠવાડિયામાં ત્રણ દિવસ, શુક્રવાર, શનિવાર અને રવિવારને રજા મળશે. જોકે, લેબર યુનિયન 12-કલાકની નોકરીનો વિરોધ કરી રહ્યા છે.

નવા ડ્રાફ્ટ નિયમ મુજબ, મૂળ પગાર, કુલ વેતનના 50% અથવા વધુ હોવું જોઈએ. આનાથી મોટાભાગના કર્મચારીઓના પગારના સ્ટ્રક્ચરમાં ફેરફાર થશે. બેસિક પગારમાં વધારા સાથે, પીએફ અને ગ્રેચ્યુઇટી માટે કાપવામાં આવતી રકમ વધશે, કારણ કે આમાં જતા પૈસા બેસિક પગારના પ્રમાણમાં હોય છે. જો આવું થાય, તો તમારા હાથમાં આવતા પગારમાં ઘટાડો થશે, અને નિવૃત્તિ પર પીએફ અને ગ્રેચ્યુઇટીના પૈસા વધારે આવશે.

ગ્રેચ્યુઇટી અને પીએફમાં ફાળો વધવા સાથે, નિવૃત્તિ પછી પ્રાપ્ત થતી રકમ વધશે. પીએફ અને ગ્રેચ્યુટીમાં વધારાની સાથે કંપનીઓનો ખર્ચ પણ વધશે. કારણ કે તેમણે પણ કર્મચારીઓ માટે પીએફમાં વધુ ફાળો આપવો પડશે. આ વસ્તુઓની અસર કંપનીઓની બેલેન્સશીટ પર પણ પડશે.

સરકાર 1 એપ્રિલ 2021થી નવા લેબર કોડના નિયમો લાગુ કરવા માંગતી હતી, પરંતુ રાજ્યોની તૈયારીના અભાવને કારણે અને કંપનીઓને એચઆર પોલિસીમાં ફેરફાર કરવા માટે વધુ સમય આપવાના કારણે તેને મુલતવી રાખવામાં આવ્યું હતું. શ્રમ મંત્રાલયના જણાવ્યા અનુસાર, સરકાર 1 જુલાઈથી શ્રમ સંહિતાના નિયમોને સૂચિત કરવા માંગતી હતી, પરંતુ રાજ્યોએ આ નિયમોના અમલ માટે વધુ સમય માંગ્યો હતો, જેના કારણે તેમને 1 ઓક્ટોબર સુધી મુલતવી રાખવામાં આવ્યા હતા.

હવે શ્રમ મંત્રાલય અને મોદી સરકાર 1 ઓક્ટોબર સુધીમાં લેબર કોડના નિયમોને સૂચિત કરવા માંગે છે. ઓગસ્ટ 2019ના રોજ સંસદે ત્રણ શ્રમ સંહિતા, ઔદ્યોગિક રિલેશન, કામની સુરક્ષા, આરોગ્ય અને વર્કિંગ કન્ડિશન અને સામાજિક સુરક્ષાથી સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા. આ નિયમો સપ્ટેમ્બર 2020ના રોજ પસાર કરવામાં આવ્યા હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat