Gujarat Exclusive > દેશ-વિદેશ > કેસ વધતા કોરોના વોરિયર્સ માટે ઈન્શ્યોરન્સ સ્કીમ મોદી સરકારે ખત્મ કરી

કેસ વધતા કોરોના વોરિયર્સ માટે ઈન્શ્યોરન્સ સ્કીમ મોદી સરકારે ખત્મ કરી

0
53

એક તરફ દેશમાં કોરોનાની બીજી લહેરમાં ખુબ જ ઝડપી રીતે ફેલાઈ રહી છે, તો બીજી તરફ કેન્દ્ર સરકારે કોરોના વોરિયર્સને મળનાર વિમા યોજનાને પરત લઈ લીધી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્ય સરકારોને આને લઈને રાજ્ય સરકારોને પત્ર પણ લખ્યો છે. સ્વાસ્થ્ય સચિવે આ પત્ર 24 માર્ચે લખ્યો હતો, જે હવે સામે આવ્યો છે.

અસલમાં સરકારે પાછલા વર્ષે વડાપ્રધાન ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે વિમા યોજનાની શરૂઆત કરી હતી. જે હેઠળ કોરોના દર્દીઓની સારવાર કરી રહેલા સ્વાસ્થ્યકર્મીઓનો 50 લાખ રૂપિયા સુધી વિમો કવર કર્યો હતો. જો ડ્યુટી દરમિયાન કોઈ સ્વાસ્થ્યકર્મીનું મોત થઈ જાય છે તો તેના પરિવારને 50 લાખ રૂપિયા સુધીની સુરક્ષા મળે છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે પત્રમાં લખ્યું છે કે, આ વિમા યોજનાને શરૂમાં 90 દિવસ માટે લાગું કરવામાં આવી પરંતુ તેને વધારીને 24 માર્ચ 2021 સુધી વધારી દેવામાં આવી હતી. જો કે, સચિવે પોતાના પત્રમાં આને આગળ વધારવાને લઈને કોઈ જ ઉલ્લેખ કર્યો નથી.

સ્વાસ્થ્ય સચિવ અનુસાર, આ યોજના હેઠળ અત્યાર સુધી 287 ક્લેમ અથવા તો એપ્રૂવ થયા છે અથવા તેની ચૂકવણી કરી દેવામાં આવી છે. જો કે, ઈન્ડિયન મેડિકલ એસોશિએશન (આઈએમએ) અનુસાર 736 ડોક્ટર્સના ડ્યુટી દરમિયાન જીવ ગયા છે. આઈએમએના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. રવિ વાનખેડકરે જણાવ્યું કે, 736માંથી 287 ડોક્ટરોના પરિવારોને જ વિમાની રકમ આપવામાં આવી. જોકે, સરકાર તરફથી તે વાતની જાણકારી આપવામાં આવી નથી કે, ડ્યુટી દરમિયાન કેટલાક ડોક્ટરોએ પોતાના જીવ ગુમાવવા પડ્યા છે.

પાછલા વર્ષે 26 માર્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણે આ યોજનાની જાહેરાત કરી હતી. જોકે, કોરોનાની વિકટ પરિસ્થિતિમાં આ યોજનને મોદી સરકારે ખત્મ કરી દીધી છે, જે કોરોના વોરિયર્સ માટે દુ:ખદ નિર્ણય છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat