Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > મોદી સરકારના એક નિર્ણયથી 3.6 કરોડ લોકોને થશે સીધો ફાયદો

મોદી સરકારના એક નિર્ણયથી 3.6 કરોડ લોકોને થશે સીધો ફાયદો

0
261

મોદી સરકારના બીજા કાર્યકાળનો પ્રથમ સામાન્ય બજેટ 5 જુલાઇએ રજૂ થવાનો છે. આ પહેલા સરકાર તરફથી કેટલાક એવા નિર્ણય કરવામાં આવી રહ્યાં છે જેનો સીધો ફાયદો સામાન્ય લોકોને થવાનો છે. તાજેતરમાં ‘પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન’ યોજના પર મોહર લગાવીને સરકારે આશરે 10 કરોડ અસંગઠિત ક્ષેત્રના મજુરો માટે પેન્શન યોજનાની શરૂઆત કરી છે. હવે કર્મચારી રાજ્ય બીમા નિગમ (ESI) સ્કીમમાં બદલાવ કરીને 3 કરોડથી વધુ કર્મચારીઓને મોટી ભેટ આપી છે.

કેન્દ્ર સરકારે કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESI)ના સ્વાસ્થ્ય વીમા કાર્યક્રમમાં (સંસ્થા અથવા કંપની) અને કર્મચારીઓના કુલ અંશદાનને 6.5 ટકાથી ઘટાડીને 4 ટકા કરી દીધો છે. સરકારના આ નવા એલાન બાદ કંપનીની ટકાવારી 3.25 ટકા થઇ જશે. આ પહેલા નોકરી કરનારે 4.75 ટકા આપવા પડતા હતા.જેનો અર્થ એ થયો કે ESIના સ્વાસ્થ્ય વીમામાં કંપનીએ પહેલાના મુકાબલે હવે 1.5 ટકા ઓછુ યોગદાન આપવુ પડશે. આ રીતે કર્મચારીની ટકાવારી 1.75થી ઘટાડીને 0.75 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આસાન ભાષામાં સમજીએ તો કર્મચારીને ESI સ્વાસ્થ્ય વીમા માટે પહેલાના મુકાબલે 1 ટકા ઓછુ યોગદાન આપવુ પડશે. સરકારના આ નિર્ણયથી 12.85 લાખ કંપનીઓને અથવા દર વર્ષે 5,000 કરોડ રૂપિયાની બચત થશે.આ રીતે 3.6 કરોડ કર્મચારીઓને સીધો ફાયદો થવાની આશા છે. સરકારની ઘટેલી દર આ વર્ષે 1 જુલાઇથી પ્રભાવી થશે.મહત્વપૂર્ણ છે કે કર્મચારી રાજ્ય વીમા કાયદો, 1948 (ESI કાયદા)ના અંતર્ગત બીમીત વ્યક્તિઓને સારવાર, કેસ, માતૃત્વ, નિશક્તા અને આશ્રિત થવાનો લાભ પ્રદાન કરે છે.

સરકારે સામાજિક સુરક્ષા કવરેજ વધુમાં વધુ લોકોને આપવા માટે ડિસેમ્બર, 2016થી જૂન, 2017 સુધી કંપની અથવા કર્મચારીઓને વિશેષ રજિસ્ટ્રેશનનો કાર્યક્રમ શરૂ કર્યો હતો અને યોજનાનો કવરેજ લાભ વિભિન્ન તબક્કામાં દેશના તમામ જિલ્લા સુધી વધારવાનો નિર્ણય કર્યો.