Gujarat Exclusive > આપણી જરૂરિયાત > રોજગાર > 1 એપ્રિલથી 4 દિવસની નોકરી અને 12 કલાકનું કામ, મોદી સરકાર લાગૂ કરી શકે છે નવા નિયમો

1 એપ્રિલથી 4 દિવસની નોકરી અને 12 કલાકનું કામ, મોદી સરકાર લાગૂ કરી શકે છે નવા નિયમો

0
371
  • 73 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત શ્રમ કાયદામાં ફેરફાર, સેલેરી સ્ટ્રક્ચર બદલાશે, સેવિંગ વધશે

નવી દિલ્હી: આવતી કાલે એટલે કે નવા નાણાંકીય વર્ષ 1 એપ્રિલ 2021થી તમારી ગ્રેજ્યુઇટી, પ્રોવિડન્ટ ફંડ અને કામના કલાકોમાં મોટું પરિવર્તન જોવા મળી શકે છે. મોદી સરકાર કામના કલાકો, કામના દિવસો, ઓવરટાઈમ, બ્રેકનો સમય અને ઓફિસમાં કેન્ટિન જેવા નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. કર્મચારીઓ સતત 5 કલાકથી વધુ કામ નહીં કરે અને તેમને વચ્ચે અડધા કલાકનો બ્રેક આપવો પડશે. આ ઉપરાંત કર્મચારીઓની ગ્રેજ્યુઇટી અને તેમના PFમાં વધારો થશે. જેથી તમારા હાથ પર આવતી પગારની રકમ ઘટી શકે છે. આટલું જ નહીં, કંપનીઓની બેલેન્સ શીટ પણ પ્રભાવિત થશે. New rules From April 1

આવું થવાનું મુખ્ય કારણ ગત વર્ષે સંસદમાં પાસ કરવામાં આવેલા 3 વેતન સંહિતા અધિનિયમ, જેને સરકાર આ વર્ષે 1 એપ્રિલથી લાગૂ કરવા ઈચ્છે છે. જો કે આ અધિનિયમના નિયમો પર હજુ પણ હિતધારકો સાથે ચર્ચા ચાલી રહી છે કે, કેવી રીતે લાગૂ કરવામાં આવી શકે છે? જેના કારણે આવતી કાલથી તેના લાગૂ થવાની શક્યતા ઓછી જોવા મળી રહી છે.

સેલેરી સ્ટ્ર્ક્ચરમાં શું થશે બદલાવ New rules From April 1
વેજ (વેતન)ની નવી વ્યાખ્યા અંતર્ગત ભથ્થા કુલ પગારના વધુમાં વધુ 50 ટકા હશે. જેનો અર્થ એ થયો કે, મૂળ પગાર (સરકારી નોકરીઓમાં મૂળ પગાર અને મોંઘવારી ભથ્થુ) એપ્રિલથી કુલ પગારના 50 ટકા કે તેથી વધુ હોવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, દેશના 73 વર્ષના ઈતિહાસના પ્રથમ વખત આ પ્રકારે શ્રમ કાયદામાં ફેરફાર કરવામાં આવી રહ્યાં છે. સરકારનો દાવો છે કે, એમ્પ્લોયર અને કામ કરતા કર્મચારી બન્નેને ફાયદો થશે.

પગાર ઘટશે પરંતુ PF વધશે New rules From April 1
નવા ડ્રાફ્ટ રૂલ અનુસાપ મોટાભાગના કર્મચારીઓનું સેલેરી સ્ટ્રક્ચર બદલાશે, કારણ કે વેતનનો ભથ્થા સિવાયનો ભાગ સામાન્ય રીતે કુલ પગારના 50 ટકાથી ઓછો હોય છે. જ્યારે કુલ પગારમાં ભથ્થાનો હિસ્સો પણ વધી જાય છે. મૂળ પગાર વધવાની સાથે જ તમારો PF પણ વધશે. PF મૂલ સેલેરી પર આધારિત હોય છે. મૂળ પગાર વધવાથી PF વધશે. જેનો અર્થ એ થયો કે, તમારા હાથમાં આવતો પગાર એટલે કે ટેક હોમ અથવા કેશ ઑન હેન્ડ સેલેરી ઘટશે.

આ પણ વાંચો: અમદાવાદમાં સતત 5 દિવસથી કોરોનાના કેસનો આંક 600ને પાર, વધુ 30 વિસ્તાર કન્ટેનમેન્ટમાં New rules From April 1

રિટાયરમેન્ટની રકમ વધશે
ગ્રેજ્યુઇટી અને પ્રોવિડન્ડ ફંડમાં યોગદાન વધવાથી નિવૃતિ બાદ મળનારી રકમમાં વધારો થશે. જેથી લોકોને નિવૃતિ બાદ સુખી જીવન જીવવામાં સરળતા રહેશે. સૌથી વધુ પગાર ધરાવતા અધિકારીઓના સેલેરી સ્ટ્રક્ચરમાં સૌથી વધુ બદલાવ આવશે અને તેઓને જ તેની સૌથી વધુ અસર થશે. પીએફ અને ગ્રેજ્યુઇટી વધવાથી કંપનીઓના ખર્ચમાં પણ વૃદ્ધ થશે, કારણ કે તેમને પણ કર્મચારીઓ માટે પીએફમાં વધારે રકમ આપવી પડશે. આ કારણોસર કંપનીની બેલેન્સ શીટ પર પ્રભાવિત થશે. ૉ

દિવસના 12 કલાક કામ, ઓવરટાઈમ માટે નવા નિયમ
નવા ડ્રાફ્ટ કાયદામાં કામના કલાકો વધારીને 12 કલાક કરવાનો પ્રસ્તાવ છે. જ્યારે 15 થી 30 મિનિટ વચ્ચે કે વધુ કામકાજને પણ 30 મિનિટ ગણીને ઓવરટાઈમમાં સામેલ કરવાની જોગવાઈ છે. હાલના નિયમોમાં 30 મિનિટથી ઓછા સમયને ઓવર ટાઈમ નથી માનવામાં આવતો. કામના દિવસો ઘટાડીને 4 દિવસ અને 3 દિવસ રજૂનો પ્રસ્તાવ છે.

આ સિવાય કોઈ પણ કર્મચારી પાસે 5 કલાકથી વધારે કામ નહીં કરાવી શકાય. દરેક કર્મચારીને દર 5 કલાક બાદ અડધા કલાકનો આરોપ આપવાનો આદેશ પણ નવા નિયમોમાં સામેલ છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat