Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > મોદી સરકારની ખેડૂતો માટે નવી સ્કીમ, એક લાખ રૂપિયાની થશે વધારાની કમાણી

મોદી સરકારની ખેડૂતો માટે નવી સ્કીમ, એક લાખ રૂપિયાની થશે વધારાની કમાણી

2
5772

મોદી સરકાર ખેડૂતો માટે એક યોજના શરૂ કરવા જઈ રહી છે જે હેઠળ ખેડૂતો વાર્ષિક 1 લાખ રૂપિયા એક્સ્ટ્રા કમાણી કરી શકે છે. આ યોજના હેઠળ ખેડૂત પોતાના ખાતાઓમાં અક્ષય ઉર્જાના ઉત્પાદન માટે બે મેગાવોટના સોલર પેનલ લગાવી શકે છે અને સરકાર આ વિજળીને ખરીદશે. આનાથી ખેડૂતોને વાર્ષિક એક લાખ રૂપિયા સુધીની આવક થઈ શકે છે.

નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રી આરકે સિંહે લોકસભામાં સુશીલ કુમાર સિંહના પૂરત પ્રશ્નનો ઉત્તર આપતા વિશ્વાસ વ્યક્ત કર્યો કે, સરકાર 2022 સુધી 175 ગીગા વોટ રિન્યુએબલ એનર્જી ઉત્પાદનના લક્ષ્યને ન માત્ર મેળવશે પરંતુ આને પણ પાર કરશે. આમાં સૌર ઉર્ઝાથી 100 ગીગા વોટ, પવન ઉર્જાથી 60 ગીગા વોટ, જૈવ ઉર્જાથી 10 ગીગા વોટ અને લઘુ પન વિજળીથી 5 ગીગા વોટ ક્ષમતા સામેલ છે.

આરકે સિંહે કહ્યું કે, ભારત રિન્યુએબલ એનર્જી ઉત્પાદન બાબતે સૌથી વધારેમાં વધારે ઝડપથી કામ કરનાર દેશોમાં સામેલ છે. તેમને કહ્યું કે, સરકાર આવનાર 15થી 20 દિવસોમાં ખેડૂતો માટે એક યોજના શરૂ કરનાર છે જે હેઠળ તે પોતાના ખેતરોમાં બે મેગાવોટ ક્ષમતાએ સોલર પેનલ લગાવી શકે છે અને આનાથી બનનાર વિજળી સરકાર તેમના પાસેથી ખરીદશે.

ઉર્જા મંત્રીએ કહ્યું કે, આનાથી ખેડૂતોને એખ વર્ષમાં એક લાખ રૂપિયાની આવક થઈ શકે છે. આરકે સિંહે કહ્યું કે, જે ખેડૂતોને સોલર પૈનલ લગાવવામાં આર્થિક મુશ્કેલી આવે છે તેઓ પોતાની જમીન ડેવલપરને આપી શકે છે અને આનાથી પણ તેમને લાભ મળશે.