Gujarat Exclusive > દેશ-વિદેશ > મોદી 2.0ના એક વર્ષ: PMનો રાષ્ટ્રના નામે પત્ર, લખ્યું- ‘આપણે જ આપણો વર્તમાન નક્કી કરીશું અને ભવિષ્ય પણ’

મોદી 2.0ના એક વર્ષ: PMનો રાષ્ટ્રના નામે પત્ર, લખ્યું- ‘આપણે જ આપણો વર્તમાન નક્કી કરીશું અને ભવિષ્ય પણ’

0
542

નવી દિલ્હી: કોરોના સંકટ અને લૉકડાઉન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળનું પ્રથમ વર્ષ આજે શનિવારે પૂર્ણ થઈ રહ્યું છે. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને નામે એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે છેલ્લા 1 વર્ષની સરકારની સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો છે. આ સાથે જ જણાવ્યું કે, આ એક વર્ષમાં લેવામાં આવેલા નિર્ણયો મોટા સપનાઓ તરફની ઉડાન છે.

વડાપ્રધાન મોદીએ પોતાના બીજા કાર્યકાળના પ્રથમ એક વર્ષની ઉપલબદ્ધીઓનો ઉલ્લેખ કરતાં લખ્યું છે કે, ગત એક વર્ષમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો વધુ ચર્ચામાં રહ્યા. આજ કારણે આ ઉપલબ્ધીઓ સ્મૃતિમાં રહે તે સ્વાભાવિક છે. જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 નાબૂદ કરવી, રામ મંદિર નિર્માણ, ટ્રીપલ તલાક બિલ હોય કે પછી નાગરિક્તા સંશોધન કાયદો આ તમામ સિદ્ધિઓ સૌ કોઈના સ્મરણમાં છે.

તેમણે લખ્યું છે કે, એક પછી એક લેવાયેલા આ ઐતિહાસિક નિર્ણયો વચ્ચે અનેક પરિવર્તનો એવા પણ છે, જેણે ભારતની વિકાસયાત્રાને એક નવી ગતિ અને નવા લક્ષ્ય આપ્યા છે. લોકોની અપેક્ષાઓને પૂર્ણ કરી છે.

વડાપ્રધાન મોદીએ દેશની જનતાને નામે લખેલા પત્રમાં કહ્યું કે, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના પદની રચનાએ જ્યાં સેનાઓ વચ્ચે પરસ્પર સમન્વય વધાર્યું છે, “મિશન ગગનયાન” માટે પણ ભારતે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે

ગરીબ, ખેડૂત, મહિલાઓ અને યુવાઓનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને લખ્યું છે કે, હવે પીએમ કિસાન સમ્માન નિધિ અંતર્ગત દરેક ખેડૂત આવી ચૂક્યો છે. છેલ્લા એક વર્ષમાં આ યોજના અંતર્ગત 9.50 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 72 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ જમા કરવામાં આવી છે.

તેમણે જણાવ્યું કે, 15 કરોડથી વધુ ગ્રામીણ ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી પાઈપથી મળે, તે માટે “જલ જીવન મિશન” શરૂ કરવામાં આવ્યું. 50 કરોડથી વધુ પશુધનના ઉત્તમ સ્વાસ્થ્ય માટે નિ:શુલ્ક રસીકરણનું મોટુ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

વડાપ્રધાન મોદીએ જનતાના નામે લખેલા પત્રમાં કહ્યું છે કે, દેશના ઈતિહાસમાં પ્રથમ વખત એવું થયું છે, જ્યારે ખેડૂત, ખેત મજૂર, નાના દુકાનદાર અને અસંગઠિત ક્ષેત્રના શ્રમિક મિત્રો તમામ માટે 60 વર્ષની ઉંમર બાદ 3 હજાર રૂપિયાની નિયમિત માસિક પેન્શનની સુવિધા નક્કી કરવામાં આવી છે. વેપારીની સમસ્યાના સમાધાન માટે વ્યાપારી કલ્યાણ બોર્ડનું નિર્માણ કરવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે જ સ્વ-સહાયતા જૂથ સાથે સંકળાયેલી અંદાજે 7 કરોડ જેટલી બહેનને આર્થિક મદદ કરવામાં આવી રહી છે. આવા જૂથોને ગેરન્ટી વિના મળતી લોનને 10 લાખથી વધારીને 20 લાખ કરી દેવામાં આવી છે.

તેમણે આગળ લખ્યું છે કે, આદિવાસી બાળકોના શિક્ષણ માટે દેશમાં 450થી વધુ નવા “એકલવ્ય મૉડલ રેસિડેન્શિયલ સ્કૂલ”નું નિર્માણ શરૂ કરવામાં આવ્યું છે.

સંસદની કાર્યવાહીએ તોડ્યા રેકોર્ડ
વડાપ્રધાન મોદીએ સંસદીય કાર્યવાહીનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, સામાન્ય નાગરિકના હિત સાથે સંકળાયેલા ઉત્તમ કાયદા બને, તે માટે છેલ્લા એક વર્ષમાં ઝડપથી કામ કરવામાં આવ્યું છે અને જૂના રેકોર્ડ તોડવામાં આવ્યા છે. આજ કારણ છે કે, કન્ઝ્યૂમર પ્રોટેક્શન એક્ટ હોય, ચિટફંડ કાયદામાં સુધારો હોય, દિવ્યાંગો, મહિલાઓ અને બાળકોને વધુ સુરક્ષા પ્રદાન કરતો કાયદો હોય આ તમામ કાયદાઓ ઝડપથી બની શક્યાં છે.

શહેર અને ગામડા વચ્ચેના અંતરને ઓછુ કરવાનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાને લખ્યું કે, પ્રથમ વખત એવું થયું છે, જ્યારે ગામમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા શહેરમાં ઈન્ટરનેટ ઉપયોગ કરનારા લોકો કરતાં 10 ટકા વધી હોય.

વૈશ્વિક મહામારી કોરોનાનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, આપણે ઝડપથી આગળ વધી રહ્યા હતા, ત્યારે કોરોના નામની વૈશ્વિક મહામારીએ ભારતને ઘેરી લીધો. અનેક લોકોએ આશંકા વ્યક્ત કરી હતી કે, જ્યારે કોરોના ભારત પર હુમલો કરશે, ત્યારે તે સમગ્ર વિશ્વ પર સંકટ બની જશે. જો કે આજે તમે ભારતને જોવાનો લોકોનો દ્રષ્ટિકોણ બદલી નાંખ્યો છે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, તાળી-થાળી વગાડવી, દીવા પ્રગટાવવાથી લઈને ભારતીય સેનાઓ દ્વારા કોરોના વૉરિયર્સનું સમ્માન હોય, જનતા કરફ્યુ અથવા રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન દરમિયાન નિયમોનું નિષ્ઠાથી પાલન હોય, દરેક અવસરે તમે સાબિત કર્યું છે કે, એક ભારત જ શ્રેષ્ઠ ભારતની ગેરન્ટી છે.

પ્રવાસી મજૂરોની સમસ્યા પર વડાપ્રધાને શું લખ્યું?
પ્રવાસી શ્રમિકોને પડી રહેલી તકલીફનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાને લખ્યું છે કે, સ્વાભાવિક છે કે, આટલા મોટા સંકટમાં કોઈ એવો દાવો ના કરી શકે કે, કોઈને તકલીફ કે અસુવિધા ના થઈ હોય. શ્રમિક, પ્રવાસી મજૂર ભાઈ-બહેન, નાના-નાના ઉદ્યોગોમાં કામ કરતાં કારીગર, લારીઓ લઈને ફરનારા, દુકાનદારો વગેરેએ કષ્ટ ભોગવ્યું છે. તેમની તકલીફો દૂર કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે, પડી રહેલી તકલીફ જીવન પર આફત ના બનવી જોઈએ. દરેકજણે આદેશનું પાલન કરવું જરૂરી છે. જે ધીરજ જાળવી રાખી છે, તે આગળ પણ જાળવે. આજ એક મોટુ કારણ છે કે, ભારત આજે અન્ય દેશોની સરખામણીમાં વધારે સરક્ષિત છે. આ લડાઈ લાંબી છે, પરંતુ આપણે વિજય પથ પર નીકળી પડ્યાં છીએ અને વિજયી થવું આપણો સામુહિક સંકલ્પ છે.

તાજેતરમાં આવેલા “અમ્ફાન” વાવાઝોડા પર વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, હાલમાં જ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં આવેલા “અમ્ફાન” દરમિયાન જે હિંમત સાથે ત્યાંના લાકોએ સ્થિતિનો સામનો કર્યો, વાવાઝોડાથી થનારા નુક્સાનને ઓછુ કર્યુ, તે આપણા સૌ કોઈ માટે મોટી પ્રેરણા છે.

આર્થિક ક્ષેત્ર પર શું કહ્યું વડાપ્રધાને?
અર્થ વ્યવસ્થા વિશે વડાપ્રધાને પોતાના પત્રમાં લખ્યું છે કે, આજે આ ચર્ચા ખૂબ થઈ રહી છે કે, ભારત સહિત તમામ દેશોની અર્થ વ્યવસ્થા કેવી રીતે સંકટમાંથી બહાર આવશે? પરંતુ બીજી તરફ એ વિશ્વાસ પણ છે કે, જેવી રીતે ભારતે પોતાની એકજૂટતાથી કોરોના વિરૂદ્ધ લડાઈથી સમગ્ર વિશ્વને આશ્ચર્યચકિત કર્યું, તેવી રીતે આર્થિક ક્ષેત્રમાં પણ આપણે નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરીશુ.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે સમયની માંગ છે કે, આપણે આપણા પગ પર ઉભા રહેવું જ પડશે. આ માટેનો એક જ માર્ગ છે “આત્મનિર્ભર ભારત”. હાલમાં જ “આત્મનિર્ભર ભારત” અભિયાન માટે આપવામાં આવેલું 20 લાખ કરોડ રૂપિયાનું પેકેજ આજ દિશામાં ઉઠાવવામાં આવેલ પ્રથમ પગલું છે. આ અભિયાન દરેક જણ માટે નવા અવસરો લઈને આવશે. ભારત વિદેશથી આયાત પર પોતાની નિર્ભરતા ઓછી કરશે અને આત્મનિર્ભર થવા તરફ આગળ વધશે.

પત્રના અંતમાં વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે, વીતેલા 6 વર્ષોની આ યાત્રમાં તમે અપાર આશીર્વાદ આપ્યા છે. દેશ છેલ્લા 1 વર્ષમાં ઐતિહાસિક નિર્ણયો અને વિકાસની અભૂતપૂર્વ ગતિ સાથે આગળ વધ્યો છે, પરંતુ હજુ પણ ઘણું બધુ કરવાનું બાકી છે.

તેમણે જણાવ્યું કે, મારા સંકલ્પની ઉર્જા તમે જ છો. તમારૂ સમર્થન, તમારા આશીર્વાદ અને તમારો સ્નેહ. વૈશ્વિક મહામારીના કારણે આ સંકટનો સમય તો છે જ, પરંતુ આપણા દેશવાસીઓ માટે પણ સંકટનો સમય છે. આપણે યાદ રાખવું પડશે કે, 130 કરોડ ભારતીયોનું વર્તમાન અને ભવિષ્ય કોઈ આપત્તિ કે મહામારી નક્કી નથી કરી શકતી.

વડાપ્રધાન મોદીએ જનતામાં ઉત્સાહનો સંચાર કરતા લખ્યું છે કે, આપણે આપણો વર્તમાન પણ જાતે નક્કી કરીશુ અને આપણું ભવિષ્ય પણ. આપણે આગળ વધીશુ અને વિજયી થઈને રહીશું. અંતમાં તેમણે લખ્યું છે કે, સ્વસ્થ રહો, સુરક્ષિત રહો અને જાગૃત રહો..

મુંબઈ બાદ હવે દિલ્હીએ ડરાવ્યા! 10 દિવસથી દરરોજ 500થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા