Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > મોડાસાની મૃતક યુવતીની બે બહેનપણીઓની ઓડિયો ક્લિપ વાયરલ, મામલો બિચક્યો

મોડાસાની મૃતક યુવતીની બે બહેનપણીઓની ઓડિયો ક્લિપ વાયરલ, મામલો બિચક્યો

0
3489

અરવલ્લી : મોડાસાની સાયરાની મૃતક યુવતીનાં મામલે તેની બે બહેનપણીઓનો ઓડિયો ક્લિપ વાયરલ થઇ છે. આ ઓડિયો ક્લિપની વાતમાં જીગર નામના યુવકનું નામ બોલવામાં આવે છે. હાલમાં પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

આ ઓડિયો ક્લિપમાં સંભળાય છે તે પ્રમાણે, તેઓ વાત કરી રહ્યાં છે કે, મોડાસાની મૃતક યુવતીને તેણે એક રિક્ષામાં બેસાડી હતી. રિક્ષાવાળા ભાઇને જણાવ્યું હતું કે, આ યુવતીને સાયરા સિવાય ક્યાંય બીજે ઉતારશો નહીં તે વચ્ચે ઉતરવાનું કહે તો પણ તેને સાયરા જ ઉતારજો. મહત્વનું છે કે, જે બે યુવતીઓ વચ્ચે વાત થઇ રહી છે તેઓ આ યુવકને ઓળખતા પણ નથી. મૃતક યુવતી કોઇની કારમાં બેઠી હતી તેવો પણ ઉલ્લેખ છે. આ બહેનપણીઓમાંથી એક યુવતીએ તેને તે કારમાંથી પરાણે ઉતારી હતી. અને તેનો સીમ અને મોબાઇલ તોડી નાંખ્યો પણ હતો.

આ ઓડિયો ક્લિપને કારણે મામલો વધારે ગૂંચવાયો છે. આ ઓડિયોમાં જીગર ઉપરાંત અન્ય એક યુવતીનું નામ પણ અનેકવાર બોલવામાં આવે છે. હાલમાં વાયરલ ઓડિયો ક્લિપની પોલીસે તપાસ હાથ ઘરી છે. આ પહેલા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં હતાં. પરંતુ આ ઓડિયો ક્લિપ અંગે હજું કોઈ સ્પષ્ટતા થઇ નથી. તેથી ગુજરાત એક્સક્લૂઝિવ તેની પુષ્ટિ કરતું નથી. આ અંગે હજુ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

J&K, CAA ના વિરોધમાં બોલ્યા હતા મલેશિયાના PM, ભારતે લગાવ્યો પ્રતિબંધ! કહ્યું- ખોટા ના વિરોધમાં બોલતા રહીશું