Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > મોડાસા દુષ્કર્મ કેસ: યુવતીને ન્યાય અપાવવા માટે રાજ્યસભા સાંસદનો CM રૂપાણીને પત્ર

મોડાસા દુષ્કર્મ કેસ: યુવતીને ન્યાય અપાવવા માટે રાજ્યસભા સાંસદનો CM રૂપાણીને પત્ર

0
382

રાજ્યના અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાયરા ગામે 19 વર્ષની યુવતી સાથે સામુહિક દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કેસમાં પોલીસની કાર્યવાહી પહેલાથી જ શંકાના ઘેરામાં રહી છે, ત્યારે હવે કોંગ્રેસના નેતાઓએ મોડાસા ટાઉન પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે. આ અંગે કોંગ્રેસ નેતા મધુસુદન મિસ્ત્રીએ રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીને પત્ર લખીને પીડિતાને ન્યાય મળે તે માટે માંગ ઉઠાવી છે.

CM રુપાણીને લખેલા પત્રમાં મધુસુદન મિસ્ત્રીએ જણાવ્યું છે કે, રવિવારે અમે દુષ્કર્મનો ભોગ બનીને મોતને ભેટેલી દલિત દિકરીને ત્યાં ગયા હતા. આ દરમિયાન પીડિતાના પરિવારમાં પોલીસની કાર્યવાહી પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો છે. પીડિતાના પરિવારજનોએ આરોપીઓને ફાંસીની સજાની માંગ કરી રહ્યાં છે. પીડિતાના પરિવારજનોનું કહેવું છે કે, અમે અમારી દીકરીનું અપહરણ કરનાર આરોપીઓનું નામ, તેમની કારનો નંબર ઉપરાંત CCTV ફૂટેજ સહિતના પુરાવા આપ્યા હોવા છતાં અમારી ફરિયાદ લેવામાં આવી નહતી. અપહરણના 5 દિવસ બાદ તેમની દીકરીની લાશ ઝાડ પર લટકાવેલી સ્થિતિમાં મળી તે પછી FIR નોંધવામાં આવી હતી.

મિસ્ત્રીએ લખ્યું છે કે, આ ગુનામાં બેદરકારી દાખવનારા મોડાસા ટાઉન પોલીસના પોલીસ ઈન્સપેક્ટરની ભૂમિકા શરૂઆતથી જ શંકાસ્પદ રહી છે. તેમની જિલ્લાના અન્ય પોલીસ સ્ટેશન ઈસરીમાં બદલી કરાઈ છે, પરંતુ તેઓ સમગ્ર કેસમાં કોઈ હસ્તક્ષેપ નહી કરે તેવું માનવું અઘરૂં છે. આથી તેમને સૌરાષ્ટ્ર કે અન્ય દૂરના જિલ્લામાં ટ્રાન્સફર આપવું જોઈએ. આ ઉપરાંત જિલ્લા પોલીસ વડા પણ પોતાના સ્ટાફના માણસોને બચાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આથી જિલ્લા પોલીસ વડાને પણ ત્યાંથી બદલાની માંગ કરી છે.

ઉનાકાંડના પીડિતોએ CAAનો કર્યો વિરોધ, કહ્યુ-‘દલિતો સાથે આજે પણ દેશમાં ભેદભાવ’