Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > મોડાસા દુષ્કર્મ કેસ: શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડ આવ્યા આરોપીઓના સમર્થનમાં, CID કરી રહી છે તપાસ

મોડાસા દુષ્કર્મ કેસ: શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડ આવ્યા આરોપીઓના સમર્થનમાં, CID કરી રહી છે તપાસ

0
4213

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલા સાયરા(અમરાપુર) ગામની 19 વર્ષીય યુવતીનું અપહરણ, દુષ્કર્મ અને હત્યાની ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. આ કેસના 4 આરોપીઓમાંથી 3 આરોપીઓ પોલીસ રીમાન્ડ પર છે. આ આરોપીઓ ભરવાડ સમાજના હોવાથી ધારાસભ્ય અને બીજેપીના અગ્રણી જેઠા ભરવાડ આરોપી યુવકોના સમર્થનમાં આવ્યા છે. તેમણે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને આવેદન પત્ર આપ્યું છે અને કહ્યું છે કે ‘દુષ્કર્મની ઘટના ઘટી જ નથી, પડદા પાછળ કઈક જુદું રંધાયું છે.’

જેઠા ભરવાડે જણાવ્યું,’ ગેંગરેપમાં અસલિયત જૂદી છે. આ સ્ટોરી ખોટી છે અને સરકાર સામે ખોટી મુસીબત ઉભી કરવામાં આવી છે. આ મામલે સુપ્રિમ કોર્ટ, સીબીઆઈ જેની તપાસ કરાવવી હોય કરાવો અને અને અમારા છોકરા ગુનેગારો હોય તો એને જાહેરમાં ગોળી મારી દેવાની કે ફાંસી આપી દે તો પણ વાંધો નથી.’

ગામમાં દરકે સમાજે સાથે રહેવાનું છે તેમ કહેતા જેઠા ભરવાડે જણાવ્યું, ‘ફરિયાદમાં મારી મચોડી ઉભી કરવામાં આવી છે. પાંચ દિવસ પછી લાશ મળી છે. પોલીસ તપાસ કરે અને તટસ્થ તપાસ કરે. મારા મતે આત્મહત્યા જ છે દીકરીનું દુષ્કર્મ કે હત્યા થઈ નથી.’

ઉલ્લેખની છે કે, આ કેસમાં DGP શિવાનંદ ઝાએ એન.કે.રબારીને સસ્પેન્ડ કરી પરિવારને તાકીદે ન્યાય મળે તે માટે તપાસ કરવા સિનિયર અધિકારીઓની SITની રચના કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લા પોલીસવડા કચેરીએ CID ક્રાઈમના DIG ગૌતમ પરમારના નેતૃત્વમાં SP વીરેન્દ્ર યાદવ, DySp અશ્વિન પટેલ સહિતની ટીમ પહોંચી હતી. તેમજ અપમૃત્યુ કેસની તપાસ CID ક્રાઈમને સોંપવામાં આવી છે.

શ્રવણે અંધ માતા-પિતાની કાવડીમાં તિર્થયાત્રા કરાવી હતી, આ IPS અધિકારી પિતા માટે જાણો શું કરશે?