-
સાઇબર ક્રાઇમે નિર્ભયા કાંડ બાદ અમલમાં આવેલી કલમો હેઠળ ડે. કલેકટરની ધરપકડ કરી
-
મહિલા શરણે ન થઈ તો તેણે મહિલાના બાળક અને પરિવારને પણ અશ્લીલ વીડિયો ફોટો મોકલ્યા
-
મહિલા એક ઉચ્ચ પોલીસ અધિકારીના સ્વજન હોવા છતા મયક સતત મહિલાને પરેશાન કરતો
અમદાવાદ: અમદાવાદ સાયબર ક્રાઇમે મહિલા મિત્રને અશ્લીલ વીડિયો ફોટો મોકલીને પરેશાન કરતા ડેપ્યુટી કલેકટર મોડાસની ધરપકડ કરી છે. પરણિત આરોપી મયક પટેલ પરિણીત મહિલાને પોતાના તાબે થવા મજબૂર કરતો ક્યારેક મરી જવાની તો ક્યારેક મારી નાખવાની ધમકી આપતો હતો. તે મહિલાને સતત અશ્લીલ અંગત કહેવાય તેવા વિડીઓ ફોટો મિકલતો હતો. મયક પટેલ એટલી હદે વિકૃત થઈ ગયો હતો કે, આવા વિડીઓ મહિલાના પતિ સસરા અને 12 વર્ષના દીકરાને પણ મોકલી દીધા હતા. સરકારી મહીલા અધિકારી એક ઉચ્ચ પોલીસ અધિકારીના સ્વજન હોવા છતાં તેમને આરોપી પરેશાન કરતો હતો.
અમદાવાદ સાયબર ક્રાઇમના ડીસીપી અમિત વસાવાએ પત્રકાર પરિષદમાં જણાવ્યા હતું કે, અમારી પાસે મહિલા અને તેમનો પરિવાર આવ્યો હતો. જેને આરોપી વીડિયો મોકલીને ધમકી આપતો હતો, એટલું જ નહીં આરોપી પાસે 9 સિમ કાર્ડ, લેપટોપ ,મોબાઈલ આઇપોડ સહિતની વસ્તુઓ મળી આવી હતી. જેની પ્રાથમિક તપાસમાં પુરાવા મળ્યા પણ મળી આવ્યા છે. આરોપીને હવે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
વધુમાં ડીસીપીએ જણાવ્યું હતું કે, તેની સામે નિર્ભયા કાંડ બાદ અમલમાં આવેલી સુધારેલી એક્ટ 354 ડી હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. મહિલાઓએ કોઈ પણ સ્થિતિમાં પોલીસનો સંપર્ક કરવો જેથી મહિલાઓ પ્રારંભિક બચી જાય અને આવા લોકો સામે કાર્યવાહી કરી શકાય તેમ જણાવ્યું હતું.
આરોપી કપડવંજ ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે મહિલાની મુલાકત ત્યાર જ થઈ હતી ત્યારબાદ તેઓ મોડાસા ખાતે નાયબ કલેકટર તરીકે પોસ્ટિંગ થયુ હતું.