નવી દિલ્હી: મોબાઈલ પર વાત કરવી અને મોબાઈલમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરવો ટૂંક સમયમાં મોંઘો થવા જઈ રહ્યો છે. ટેલિકોમ કંપનીઓ આ વર્ષે 1 એપ્રિલથી રેટમાં વધારો કરવાની તૈયારીમાં છે. આ સાથે આગળ પણ રેટમાં વધારો યથાવત રહી શકે છે. રેટિંગ એજન્સી ઈન્ક્રાના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. mobile tariff hike
કોરોના સંકટ અને ખાસ કરીને લૉકડાઉનમાં જ્યાં અન્ય સેક્ટરની મુશ્કેલી વધી છે, ત્યાં બીજી તરફ ટેલિકોમ કંપનીઓની સરેરાશ રેવન્યૂમાં સુધારો થયો છે. જો કે કંપનીઓ વધતા જતાં ખર્ચની સરખામણીમાં તે વધારે નથી. એવામાં કંપનીઓ મોબાઈલના રેટમાં વધારો કરીને તેની ભરપાઈ કરવાની તૈયારીમાં છે. અગાઉ ગત વર્ષે પણ કેટલાક ટેલિકોમ કંપનીઓએ રેટમાં વધારો કર્યો હતો. mobile tariff hike
ઉલ્લેખનીય છે કે, કુલ AGRના 1.69 લાખ કરોડ રૂપિયા બાકી છે. જ્યારે અત્યાર સુધી માત્ર 15 ટેલિકૉમ કંપનીઓએ માત્ર 30,254 કરોડ રૂપિયા જ ચૂકવ્યા છે. એરટેલના લગભગ 25,976 કરોડ રૂપિયા, વોડાફોન-આઈડિયાએ 50,399 કરોડ રૂપિયા અને ટાટા ટેલિસર્વિસે 19,798 કરોડ રૂપિયા બાકી છે. કંપનીઓને 10 ટકા રકમ ચાલુ નાણાંકીય વર્ષમાં અને બાકીની રકમ આગળના વર્ષોમાં ચૂકવવાની છે.
આ પણ વાંચો: સુરત: સગાઈના 15 દિવસ બાદ મૂકબધીર યુવક-યુવતી બાથરૂમમાંથી મૃત મળ્યાં mobile tariff hike
ઈન્ક્રાની રિપોર્ટ મુજબ, રેટમાં વધારો અને ગ્રાહકોના 2G થી 4Gમાં અપગ્રેડેશનના કારણે પણ પ્રતિ ગ્રાહક સરેરાશ રેવન્યુમાં સુધારો થઈ શકે છે. આગામી બે વર્ષોમાં ટેલિકોમ સેક્ટરની રેવન્યુ 11 થી 13 ટકા વધશે. જ્યારે જે પછી ઓપરેટિંગ માર્જીન લગભગ 38 ટકા વધશે. mobile tariff hike
રિપોર્ટ મુજબ, ટેલિકોમ કંપનીઓની આર્થિક સ્થિતિમાં સુધારો થયો છે. જો કે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂ (AGR)ના ચૂકવવાના સાથે દેવુ અને 5G સ્પોક્ટ્રમની નીલામીને પગલે ટેલિકોમ કંપનીઓ પર દબાણ વધશે. નિષ્ણાંતોનું માનવું છે કે, ટેલિકૉમ કંપનીઓ તેનું ભારણ ગ્રાહકો પર નાંખી શકે છે.