Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરત: લાજપોર જેલમાં નારાયણ સાંઈ પાસેથી મોબાઈલ મળી આવ્યો

સુરત: લાજપોર જેલમાં નારાયણ સાંઈ પાસેથી મોબાઈલ મળી આવ્યો

0
34
  • સુરતની લાજપોર જેલમાં કેદીઓને જલસા (Narayan Sai)
  • દુષ્કર્મ કેસની સજા કાપી રહેલા નારાયણ સાંઈ સહિત બેરેકના 4 કેદીઓ પાસેથી મળ્યા મોબાઈલ Narayan Sai

સુરત: દુષ્કર્મ કેસમાં જેલની સજા કાપી રહેલા નારાયણ સાંઈની (Narayan Sai) પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યો છે. નારાયણ સાંઈ સગીર યુવતી સાથે દુષ્કર્મ કેસના આરોપી (Rape Accused) અને આધ્યાત્મિક ગુરુ કહેવાતા આસારામ બાપુના પુત્ર છે. જે હાલ સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં (Lajpor Central Jail) કેદ છે.

જેલ વહીવટી તંત્રએ નારાયણ સાંઈ (Narayan Sai) પાસેથી મોબાઈલ મળી આવવા મામલે સ્થાનિક સચિન પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાવ્યો છે. (Narayan Sai)

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, લાજપોર જેલ (Lajpor Central Jail) ની A-2 બેરેક નંબર-55માં આજીવન કારાવાસની સજા ભોગવી રહેલા નારાયણ ઉર્ફે નારાયણ સાંઈ આસુમલ હરપલાણી (Narayan Sai) ઉપરાંત આજ બેરેકના અન્ય ચાર કેદીઓ પાસેથી મોબાઈલ મળી આવ્યો છે. (Narayan Sai)

સુરતની જેલમાં (Lajpor Central Jail) કેદીઓ પાસેથી મોબાઈલ મળી આવવાની આ કોઈ પ્રથમ ઘટના નથી, અગાઉ પણ જેલમાંથી કેદીઓ પાસેથી મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે. (Narayan Sai)

નારાયણ સાંઈ (Narayan Sai) કથા અને પ્રવચનની આડમાં મહિલાઓને પોતાની હવસનો શિકાર બનાવતો હતો. નારાયણ સાંઈ વિરુદ્ધ સુરતની જે બે યુવતીઓએ આરોપ મૂક્યા છે, તેમને પણ કથા અને પ્રવચનની આડમાં જ નારાયણ સાંઈએ પોતાની હવસનો શિકાર બનાવી હતી. (Narayan Sai)

આ પણ વાંચો:  દેશમાં 70 લાખથી વધુ દર્દીઓએ કોરોનાને આપી માત, 90% નજીક પહોંચ્યો રિકવરી રેટ

કથાના બહાને અનેક વખત દુષ્કર્મ અને સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યું (Narayan Sai)

આ બન્ને બહેનોએ નારાયણ સાંઈ (Narayan Sai) પર આરોપ લગાવ્યો હતો કે, તેણે કથાના બહાને અનેક વખત તેમની સાથે દુષ્કર્મ અને સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યું છે. આટલું જ નહીં, નારાયણ સાંઈ તેમને એવું કહેવાની કોશિશ કરતો હતો કે, તે આ સગીરાઓને પ્રેમ કરે છે. આ માટે નારાયણ સાંઈ તેમને લવલેટર્સ પણ લખ્યા કરતો હતો.

સુરતની બન્ને પીડિતા બહેનો આસારામના આશ્રમમાં સાધ્વી બનીને રહેતી હતી. તેમણે જણાવ્યું કે, આસારામ અને તેમના પુત્ર નારાયણ સાંઈ (Narayan Sai) સમક્ષ તેમની પત્નીઓ જ અમને લઈને જતી હતી. જે બાદ નારાયણ સાંઈ તેમને પોતાની હવસનો શિકાર બનાવતો હતો. દુષ્કર્મ પીડિતાઓએ કહ્યું કે, નારાયણ સાંઈએ તેમની સાથે અનેક ઠેકાણે દુષ્કર્મ આચર્યું અને શારીરિક શોષણ કર્યું.

નારાયણ સાંઈ કાયમ આવું અનેક યુવતીઓ સાથે કરતો હતો. નારાયણ સાંઈએ આશ્રમની અનેક યુવતીઓ સાથે શારીરિક સબંધ બાંધ્યા હતા. (Narayan Sai)