લગભગ દરેક ઘરમાં બાળક સ્હેજ ચાલતું-દોડતું થાય ત્યારે ઘરમાં ઉપદ્રવ ના કરે એ માટે એના હાથમાં મોબાઈલ આપી દેવામાં આવે છે. આના કારણે બાળકનો ઉપદ્રવ શમી જાય છે. તેને સાચવતી તેની મા નિરાંત અનુભવવા લાગે છે. પરંતુ મિત્રો આ સ્લીપિંગ વોલ્કેનો છે. મોબાઈલના અતિ ઉપયોગને કારણે સંખ્યાબંધ બાળકો હાઈપર એક્ટિવ થઈ રહ્યા છે અને તેના કારણે તેમની ખાનપાનની પદ્ધતિથી લઈને તેમની જીવનશૈલી પર અસર પડી રહી છે.
Advertisement
Advertisement
એક બાળક સતત એક વર્ષ માટે પણ સતત મોબાઈલ જોવે છે ત્યારે તે પોતાની સહજતા ગુમાવી બેસે છે. મોબાઈલમાં આવતા વિષયો પર હાલ તો આપણું નિયંત્રણ હોય છે પરંતુ એ પછી આગળ જતાં બાળક શું જોઈ રહ્યું છે તેનું કોઈ નિયંત્રણ રહેતું નથી. જેના કારણે ઘણી બધી બાબતો જે તેને નાની ઉંમરે ના જોવાની હોય તેવી તે જોઈને મનમાંને મનમાં પોતાની ગાંઠો બાંધે છે. જે લાંબા ગાળે તેમના માટે ઘાતક નીવડે છે.
જો તમે ખરેખર આપણે બાળકને મોબાઈલમાંથી બહાર કાઢવા માંગતા હોવ તો પહેલા તો આપણે તેમાંથી બહાર નીકળવું પડશે. સાયન્સ સિટી વિસ્તારમાં રહેતા મિત્તલ પટેલ જણાવે છે કે કોરોનાના સમયમાં મારી દીકરીનું ભણતર જ મોબાઈલ આધારિત હતું. આવા તબક્કામાં મોબાઈલથી દૂર કેમ કરી શકાય ? પરંતું એક દિવસ અમે દીકરીને સમજાવીને મોબાઈલ અને ટેબલેટ વગર થોડા દિવસ રમવામાં અને બહાર આનંદ કરવામાં વિતાવ્યા. અમે તેને લાઈબ્રેરીમાં લઈ ગયા. પુસ્તકો અપાવ્યા. આઉટડોર ગેઈમ્સ રમાડી તો જોયું કે તેનામાં તમામ પ્રકારના સારા ફેરફારો પુનઃ આવવા લાગ્યા. મોબાઈલનો ઉપયોગ કરતી વખતે તે ખૂબ ચીડીતી હતી. હવે તેનો ચીડાવાનો સ્વભાવ પણ ઘટતો ગયા.
અમે અમારો મોબાઈલ બાજુમાં મૂકી દીધો. અત્યારે અમને ખૂબ માનસિક શાંતિ લાગે છે. દરેક વસ્તુ વિવેકબુદ્ધિથી વાપરવી જોઈએ એવી અમને સમજણ પડી.
ચેન્નઈમાં કેટલાંક બાળકોએ ચાલુ ગાડીએ સ્ટંટ કરીને પોતાનો જીવ જોખમમાં મૂક્યો ત્યારે મા-બાપને ખબર પડી કે આ બાળકો મોબાઈલમાં યુ-ટ્યુબમાં આવતા એક વીડિયોને ફોલો કરી રહ્યા છે. નસીબ જોગે કોઈ જાનહાનિ ના થઈ પરંતુ મોબાઈલમાં બાળકો કંઈ દિશામાં ચાલે છે તેનું નિયંત્રણ રહેતું નથી એ વાત પર બધાં સંમત છે.
આટલું કરવાથી મોબાઈલથી દૂર રહી શકાય છે…
- વાંચન વધારો
- ઘરમાં અન્ય કોઈ શોખ જેવા કે પેઈન્ટિંગ, સિરામિક, રસોઈ ઇત્યાદીમાં રુચિ કેળવો.
- ફોન પર વાત કરવા પૂરતો જ મોબાઈલનો ઉપયોગ સીમિત કરી દો.
- જો તમે સારી ઊંઘ લેવા માંગતા હોવ તો રાત્રે સૂતા પહેલાં મોબાઈલ ના લેશો.
- જો તમે તમારો દિવસ સારી રીતે પસાર કરવા માંગતા હોવ તો સવારે ઉઠતાંની સાથે મોબાઈલ ના લેશો.
- જો તમે પોતે બાળકને સમય આપશો તો તે આપોઆપ મોબાઈલ તરફ નહીં વળે.
- આપણે એ ના ભૂલવું જોઈએ કે બાળકને પહેલાં વહેલાં મોબાઈલ તો આપણે જ આપ્યો છે. તો આપણી ફરજ છે કે તેને આપણે છોડીને આપણે જ છોડાવીએ.
Advertisement