Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > મોબાઈલ ઈન્ટરનેટના ભાવમાં થઇ શકે છે 10 ગણો વધારો, ₹599નો પ્લાન થશે ₹5580નો!

મોબાઈલ ઈન્ટરનેટના ભાવમાં થઇ શકે છે 10 ગણો વધારો, ₹599નો પ્લાન થશે ₹5580નો!

0
1702

ભારતીય યૂઝર્સ કેટલાક વર્ષથી દુનિયાભરમાં સૌથી સસ્તા મોબાઈલ ડેટા રેટનો ઉપયોગ કરી રહ્યાં છે પરંતુ આ તસવીર ટૂંક સમયમાં જ બદલાઇ શકે છે. હાલના સમયમાં દેશમાં મોબાઈલ યૂઝર્સ ડેટાને 3.5 રૂપિયા પ્રતિ GBના રૂપમાં ઉપયોગ કરી રહ્યાં છે. હવે ટેલીકોમ ઓપરેટર આ મિનિમમ રેટ અથવા ફ્લોર રેટને વધારવાની માંગ કરી રહ્યાં છે.

જો ટેલીકોમ કંપનીઓના વાત માની લેવામાં આવી તો, મોબાઈલ ઈન્ટરનેટના ભાવમાં 5થી 10 ગણો વધારો થઈ જશે. દેવામાં ડૂબેલ વોડાફોન-આઈડિયાએ ડેટાના લઘુતમ ભાવને 35 રૂપિયા પ્રતિ GB કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. જ્યારે એરટેલે આ મૂલ્યને 30 રૂપિયા પ્રતિ GB અને રિલાયન્સ જિયોએ આને 20 રૂપિયા પ્રતિ GB કરવાની માંગ કરી છે.

લઘુતમ ભાવ નક્કી કરવા માટે અમિતાભ કાંતનો ટેકો

NITI આયોગના સીઈઓ અમિતાભ કાંતે મોબાઈલ કોલ અને ડેટા માટે લઘુતમ ભાવ સીમા નક્કી કરવાનું સમર્થન કર્યો છે. કાંતે કહ્યું છે કે, દેવામાં ડૂબેલા ટેલીકોમ સેક્ટર માટે કોઈ વિકલ્પ નથી. કાંતનું આ નિવેદન ત્યારે આવ્યું છે, જ્યારે NITI આયોગે આ મામલા પર TRAIને સત્તાવાર જવાબમાં હિચકિચાટ બતાવી છે.

આ સમયે ટેલિકોમ કંપનીઓ ડેટા રેટ નક્કી કરવા માટે આઝાદ છે, પરંતુ કમ્પટીશનના કારણે આ કંપનીઓએ રેગ્યુલેટરી ઓર્થોરિટીને હસ્તક્ષેપ કરવાનું કહ્યું છે.

599નો પ્લાન 5580 રૂપિયાનો થઇ શકે છે

હાલમાં સૌથી સસ્તો ડેટા એટલે કે 3.5 રૂપિયા પ્રતિ GB, 599 રૂપિયાના પ્લાનમાં આપવામાં આવે છે. આ 84 દિવસની વેલિડિટીનો પ્લાન યૂઝરને પ્રતિદિવસ 2GB ડેટા 4G સ્પીડ પર ઉપલબ્ધ કરાવે છે. જો ટેલિકોમ કંપનીઓની માંગ માનીને ડેટા 20-30 રૂપિયા પ્રતિ GB કરવામાં આવે છે, તો આ પ્લાન 3,360-5,880 સુધી પહોંચી જશે.

ટેલિકોમ રેગ્યુલેટરી ઓર્થોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) આ મામલામાં બધા પક્ષો સાથે વાતચીત કરી રહી છે. જોકે, કમ્પટીશન કમીશન ઓફ ઈન્ડિયા (CCI)એ લઘુતમ ભાવ નક્કી કરવાને પાછળ જનાર પગલું ગણાવ્યું છે. CCIનું કહેવું છે કે, આવું કરવાથી બજારમાં કમ્પટીશન પર ખરાબ અસર પડશે.

તે ઉપરાંત અમિતાભ કાંતે જ્યાં ન્યૂનત્તમ મૂલ્યનું સમર્થન કર્યું છે, ત્યાં તેવું પણ કહ્યું છે કે, આવું કરવું મુશ્કેલીનો ઉકેલ નથી.

રાહુલ ગાંધીનો ખુલાસો, ‘સિંધિયા એક માત્ર એવાં મારા મિત્ર હતાં કે…’