Gujarat Exclusive > દેશ-વિદેશ > મોબ લિંચિંગ પર ‘લેટર વૉર’: PM મોદીને લખેલા પત્રના વિરોધમાં 61 હસ્તિઓનો ઓપન લેટર

મોબ લિંચિંગ પર ‘લેટર વૉર’: PM મોદીને લખેલા પત્રના વિરોધમાં 61 હસ્તિઓનો ઓપન લેટર

0
793

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિભિન્ન ક્ષેત્રની 49 હસ્તિઓ તરફથી મોબ લિંચિંગની ઘટનાઓ અટકાવવા માટે લખવામાં આવેલા પત્રના જવાબમાં હવે 61 સેલિબ્રિટીઝનો પત્ર જાહેર થયો છે. આ હસ્તિઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખવામાં આવેલા પત્રને સિલેક્ટિવ ગુસ્સો ગણાવ્યો છે. આ પત્ર લખનાર હસ્તિઓમાં અભિનેત્રી કંગના રાનૌત, લેખક પ્રસુન જોશી, ક્લાસિકલ ડાન્સર અને સાંસદ સોનલ માનસિંહ અને ફિલ્મ નિર્માતા મધૂર ભંડારકર અને વિવેક અગ્નિહોત્રીનો સમાવેશ થાય છે.

આ ખુલ્લા પત્રમાં વડાપ્રધાન મોદીને અગાઉ લેટર લખનારા 49 કલાકારો અને બુદ્ધીજીવીઓ પર કટાક્ષ કરવામાં આવ્યો છે. આટલું જ નહી, તેમના પત્ર લખવાના હેતુ પર પ્રશ્ન ઉઠાવતા જણાવ્યું છે કે, તેમનો એક માત્ર ઉદ્દેશ્ય રાજનીતિક છે. આ હસ્તિઓએ વડાપ્રધાન પત્ર લખનાર લોકો પર પ્રશ્ન ઉઠાવતા જણાવ્યું કે, નક્સલી હુમલામાં આદિવાસીઓ અને ગરીબોના મોત પર આ લોકો ચૂપકિદી સાધે છે.

અગાઉ વડાપ્રધાનને પત્ર લખનાર 49 હસ્તિઓને આડેહાથ લેતા 61 સેલિબ્રિટીજે જણાવ્યું કે, કાશ્મીરમાં જ્યારે અલગાવવાદીઓએ સ્કૂલ બંધ કરાવી, ત્યારે તેઓ ક્યાં હતા? આ સાથે JNUમાં દેશ વિરોધી સુત્રોચાર પ્રકરણનો ઉલ્લેખ કરીને પણ તેમને જણાવ્યું કે, દેશના ટૂકડા-ટૂકડા કરનારા સુત્રોચાર વખતે આ લોકોએ પોતાની વાત કેમ નહતી રાખી.

હવે આ હસ્તિઓએ લખ્યો પત્ર
49 હસ્તિઓના વિરૂદ્ધ ખુલ્લો પત્ર લખનાર લોકોમાં કંગના રનૌત, સોનલ માનસિંહ, પ્રસૂન જોશી, સ્વપ્ન દાસ ગુપ્તા, અશોક પંડિત, મધૂર ભંડારકર, વિવેક અગ્નિહોત્રી, પલ્લવી જોશી, માલિની અવસ્થી, મનોજ જોશી, પ્રોફેશર મનોજ દીક્ષિત, સંધ્યા જૈન અને પ્રતિભા પ્રહલાદ જેવા લેખક, પત્રકાર, લોક કલાકાર અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા લોકો સામેલ છે.

આ ગુજરાતીએ કારનો VIP નંબર મેળવવા માટે ચૂકવી સૌથી મોટી રકમ