Gujarat Exclusive > રાજનીતિ > દલિતોનું પણ મૉબ લિંચિંગ થઇ રહ્યુ છે, 7 વર્ષથી મુસ્લિમ નિશાના પર- ઓવૈસી

દલિતોનું પણ મૉબ લિંચિંગ થઇ રહ્યુ છે, 7 વર્ષથી મુસ્લિમ નિશાના પર- ઓવૈસી

0
73

બારાબંકી: ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યુ છે કે દલિત પણ મૉબ લિંચિંગના શિકાર છે, તેમણે કહ્યુ કે દેશને નબળુ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યુ છે.

હૈદરાબાદના સાંસદે કહ્યુ કે આરોપીઓને જામીન મળવા ઘણા આસાન છે. AIMIM નેતાએ કહ્યુ કે વર્ષ 2014થી જ દેશમાં મુસ્લિમોના નિશાના પર છે. ઉત્તર પ્રદેશના બારાબંકીમાં એક રેલીને સંબોધિત કરતા ઓવૈસીએ બારાબંદી રેલીમાં બસપા, સપા, ભાજપ અને કોંગ્રેસ તમામ પાર્ટી પર નિશાન સાધ્યુ છે.

ઓવૈસીએ કહ્યુ- મુસ્લિમો સાથે ધર્મનિરપેક્ષતાને જાણી જોઇને નબળુ કરવામાં આવ્યુ છે. દલિતોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. મુસ્લિમો વિરૂદ્ધ અત્યાચાર ભાજપના ઇશારા પર કરવામાં આવ્યા છે જ્યારે અન્ય દળ- સપા,બસપા અથવા કોંગ્રેસે દર્શકોની ભૂમિકા નીભાવી…તેમણે CAA, ટ્રિપલ તલાક વિરૂદ્ધ કઇ નથી બોલ્યુ.

BJPનો પલટવાર

બીજી તરફ ભાજપે ઓવૈસીના આરોપો પર પલટવાર કર્યો છે. ભાજપના નેતા અને રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી જય પ્રતાપ સિંહે કહ્યુ કે રાજ્યની કાયદો વ્યવસ્થા ઘણી સારી છે. તેમણે ઓવૈસીને ચૂંટણીનો દેડકો ગણાવતા કહ્યુ કે આ માત્ર ધર્મનું રાજકારણ કરી રહ્યા છે. સિંહે કહ્યુ કે કાયદા સાછે છેડછાડ કરનારાઓને છોડતા નથી અને લિચિંગ કરનારાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

યુપી પહોચ્યા ઓવૈસી

મહત્વપૂર્ણ છે કે ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા ઓવૈસી રાજ્યના ત્રણ દિવસના પ્રવાસ પર મંગળવારે લખનઉં પહોચ્યા હતા. મંગળવારે તેમણે લખનઉંમાં પત્રકાર પરિષદ બાદ અયોધ્યાના રૂદૌલીમાં જનસભા આયોજિત કરી પોતાના અભિયાનની શરૂઆત કરી હતી.

બુધવારે ઓવૈસીની સુલતાનપુર જિલ્લામાં ચૂંટણી સભા યોજાઇ હતી અને ગુરૂવારે તેમણે બારાબંકીમાં જનસભાને સંબોધિત કરવાની હતી. ઓવૈસી 2022માં ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં 100 બેઠક પર ચૂંટણી લડવાની જાહેરાત કરી ચુક્યા છે.

આ પણ વાંચો: છ બેઠક માટે રાજ્યસભા પેટા ચૂંટણીની જાહેરાત, 4 ઓક્ટોબરે મતદાન

ભાજપે 2019માં સુલતાનપુરથી લોકસભા ચૂંટણી કેવી રીતે જીતી?- ઓવૈસી

આ પહેલા સુલતાનપુરની એક જનસભામાં ઓવૈસીએ કહ્યુ, કહેવામાં આવે છે કે ઓવૈસી લડશે તો વોટ કાપશે. તેમણે સવાલ કર્યો, સુલતાનપુરમાં તમે બધાએ અખિલેશ યાદવને ઝોલી ભરીને વોટ આપ્યા તો સૂર્યા (સૂર્યભાન સિંહ, ભાજપના ધારાસભ્ય) કેવી રીતે જીત્યા? 2019માં લોકસભા ચૂંટણીમાં સુલતાનપુરથી ભાજપ કેવી રીતે જીત્યુ, ત્યારે ઓવૈસી તો ચૂંટણી નહતો લડી રહ્યો. શું અખિલેશ યાદવે કહ્યુ કે હિન્દૂએ વોટ નથી કર્યો માટે હાર્યા? શું મુસ્લિમોને કહે છે, મુસ્લિમોએ મત ના આપ્યા, શું મુસ્લિમ કેદી છે? ઓવૈસીએ એમ પણ કહ્યુ કે બે વખત ભાજપના મુસ્લિમોના વોટથી નથી જીત્યા.

આ આરોપોને ફગાવતા ઉત્તર પ્રદેશમાં ચૂંટણી લડીને ઓવૈસી ભાજપના વિરોધીઓના વોટ ખરાબ કરશે, હૈદરાબાદના સાંસદે સવાલ કર્યો, જ્યારે તમે બધા (મુસ્લિમ) અખિલેશ યાદવની પાર્ટીને વોટ આપ્યો તો ગત વિધાનસભા ચૂંટણીમાં અહીથી એક ભાજપ ઉમેદવાર કેવી રીતે જીત્યો? આ રીતે ભાજપે 2019માં સુલતાનપુરથી લોકસભા ચૂંટણી કેવી રીતે જીતી, જ્યારે એઆઇએમઆઇએમ ત્યાથી નહતી લડી?

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat