ચુકાદા પછી જૂનાગઢના કોંગી ધારાસભ્યએ ભાજપને આડેહાથે લીધું MLA Bhikhabhai Guilty
જુનાગઢ: મારામારી કેસમાં મેંદરડા કોર્ટે કોંગ્રેસના ધારાસભ્ય અને તેમના ત્રણ પુત્રોને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે તેમને એક વર્ષની સજા અને પાંચ હજારનો દંડ ફટકાર્યો છે. વર્ષ 2008માં જૂનાગઢ જિલ્લાના કાઠીના અમરાપુર ગામે મુગર મામદભાઈને ચૂંટણીના દિવસે ધારાસભ્ય ભીખાભાઈ જોશી અને તેમના ત્રણ પુત્રોએ મારમાર્યો હતો. મેંદરડા કોર્ટે આ કેસમાં જુનાગઢના ધારાસભ્ય અને તેમના પુત્રને દોષિત ઠેરવ્યા છે. જોકે ભીખા જોશીએ જામીન પર મુક્ત છે અને ઉપલી કોર્ટમાં આ ચુકાદાને પડકારશે. MLA Bhikhabhai Guilty
ભીખાભાઈ જોશીનએ સજા થયા બાદ સૌપ્રથમ આપેલી પ્રતિક્રિયામાં જણાવ્યું કે લોકચુકાદાને શિરોમાન્ય ગણું છુ. તેનું સન્માન કરું છું. હું ઉપલી કોર્ટમાં જઈશ. 2008માં અમારા ગામમાં એક જ મુસ્લિમ કાકા હતા. હું ગામમાં ઘરે આવ્યો ત્યારે મારી માતાએ વૃદ્ધ કાકા તમને યાદ કરે છે તેવું કહ્યું. તો હું તેમને મળવા ગયો હતો. તેના બાદ તેમનુ નિધન થયું હતું. તેમના દીકરાને મેં સરપંચ બનવા મદદ કરી હતી. ત્યાર બાદ તે હોદ્દાના રુએ ગામને લૂંટવા લાગ્યા. મારી રાજકીય કારકિર્દીને નુકસાન પહોંચાડીને મારી સામે કેસ કરાયો હતો. હું ઉપલી કોર્ટમાં આ ચુકાદાને પડકારીશ.
તેમણે વધુમાં જણાવ્યું હતુ કે ભાજપ દ્વારા સૌપ્રથમવાર મારી ઉપર અને મારા પરિવાર પર પોલીસ ફરિયાદ કરવામાં આવી ત્યારબાદ કેસ ચાલુ થતાં સ્પેશિયલ વકીલની પણ આ કેસમાં નિમણૂક કરવામાં આવી હતી. મને સજા કરાવવાના હેતુથી ભાજપના આગેવાનો મથામણ કરી રહ્યા હતા. સરકારે હકીકતે ગુંડાઓ, આતંકવાદીઓ, લેભાગુઓ, ભૂમાફિયાઓના કેસમાં સ્પેશિયલ પીપીની નિમણૂક કરાવે તે જરૂરી છે. પરંતુ તેવું નથી થતું. MLA Bhikhabhai Guilty
ભીખુભાઈએ આગળ જણાવ્યું કે કોંગ્રેસના ધારાસભ્ય સામે કેસ હોય તેમાં સ્પેશિયલની નિમણૂક કરાવી સજા કરવાના સરકારના ઈરાદાઓ વધુ એકવાર ખુલ્લા થયા છે. ઉલ્લેખનીય છે કે જૂનાગઢ જિલ્લાની સાસણ જિલ્લા પંચાયત બેઠક પર ભીખુભાઇના પુત્રવધઉએ ઉમેદવારી નોંધાવી છે, જ્યારે રાજકોટ વોર્ડ નંબર 10માં ભીખુભાઈની પુત્રી ચૂંટણી મેદાનમાં ઉતરી છે. તેના પર ચુકાદાની અસરને લઈને તેમણે જણાવ્યું હતું કે લોકોને સહાનુભુતી આ ચુકાદાને લીધે અમારા તરફ રહેશે, અને ભાજપની રાગદ્વેષ નીતિનો વિરોધ થશે. MLA Bhikhabhai Guilty
આ પણ વાંચો: ગુજરાત વિપક્ષના નેતા પરેશ ધાનાણીનો ભાજપ પ્રદેશ પ્રમુખ પાટિલ પર પ્રહાર
પંચાયતની ચૂંટણી દરમિયાન થયો હતો કેસ
ઉલ્લેખનીય છે કે વર્ષ 2008માં ભીખાભાઈનું વતન અમરાપુર કાઠી ગામે પંચાયતની ચૂંટણી સમયે લેતીદેતીના સામાન્ય મામલે મારામારી થઈ હતી. ત્યારે મુગર મહમદભાઈના નામના વ્યક્તિએ ભીખુભાઈ અને તેમના ત્રણ પુત્ર ભરતભાઈ, મનોજભાઈ અને જેન્તીભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. MLA Bhikhabhai Guilty
2017માં બન્યા ધારાસભ્ય
ભીખાભાઈ જોષી 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરફથી જૂનાગઢ બેઠક પરથી જીત મેળવી હતી. લાંબા સમયથી જૂનાગઢના ધારાસભ્ય મહેન્દ્ર મશરૂને હરાવી ભીષાભાઈ જોષી ધારાસભ્ય બન્યા હતા.