Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરતની ‘સ્તુતિ’એ ગુજરાતનું ગૌરવ વધાર્યું, NEET, AIIMS, JIPMER, JEE Mainમાં કર્યું ટૉપ

સુરતની ‘સ્તુતિ’એ ગુજરાતનું ગૌરવ વધાર્યું, NEET, AIIMS, JIPMER, JEE Mainમાં કર્યું ટૉપ

0
493

આપણામાંથી અનેક લોકો એવા હશે, જેમણે બોર્ડની એક્ઝામ પાસ કર્યા બાદ રાહતનો શ્વાસ લેતા હશે અને વિચારીએ છીએ કે, આપણે જિંદગીની મહત્વની પરીક્ષા પાસ કરી છે. જો કે એક યુવતીએ અદ્દભૂત કમાલ કરી દેખાડ્યો છે, સૌ કોઈને અચરજ થઈ જાય. જ્યાં સેંકડો વિદ્યાર્થીઓ દર વર્ષે એક સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા માટે દિવસ-રાત ચિંતાતુર રહીએ છીએ, ત્યારે એક યુવતી એવી પણ છે જેણે ભારતની મોટી-મોટી એન્ટ્રન્સ એક્ઝામમાં સફળતા પ્રાપ્ત કરી છે.

આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતના (Gujarat) ડાયમન્ડ સિટી સુરતમાં (Surat) રહેતી સ્તુતિ ખાંડવાલાની (Stuti Khandwala). સ્તુતિએ એક સાથે જ NEET, AIIMS MBBS અને JEE (Main)ને ક્રેક કરીને સૌ કોઈને ચોંકાવી દીધા છે.

સ્તુતિએ માત્ર આ પરીક્ષાઓને પાસ જ નથી કરી, પરંતુ શ્રેષ્ઠ રેન્ક પણ પ્રાપ્ત કર્યા છે. NEET-2019માં સ્તુતિની ઓલ ઈન્ડિયા રેન્ક 71 છે. AIIMSની ટેસ્ટમાં તેની ઓલ ઈન્ડિયા રેન્ક 10 છે. જે મોટા-મોટા પુસ્તકિયા કીડા માટે પણ પ્રાપ્ત કરવું શક્ય નથી. આ ઉપરાંત સ્તુતિને વિશ્વની નંબર વન અમેરિકાની પ્રસિદ્ધ માસાચુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (Massachusetts Institute of Technology- MIT)માં પ્રવેશ પણ મળી ગયો છે. આ સાથે 90 ટકા સ્કૉલરશિપની પણ ઓફર મળી છે.

મળતી માહિતી પ્રમાણે, સ્તુતિએ પોતાની સફળતાનું શ્રેય પોતાના માતા-પિતા અને શિક્ષકોને આપ્યું છે. MITથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ સ્તુતિ રિસર્ચ ફિલ્ડમાં જવા ઈચ્છી રહી છે.

સ્તુતિના જેટલી પ્રશંસા કરવામાં આવે, તેટલી ઓછી છે. તે વિદેશોમાં પણ દેશ અને ગુજરાતનું નામ રોશન કરે તેવી શુભેચ્છા.

દેશમાં શિક્ષિત બેરોજગાર વધ્યા, PG ભણેલા યુવાનો ડિલિવરી બૉય બનવા મજબૂર