Gujarat Exclusive > The Exclusive > નર્મદા: કરજણ નદીમાં ન્હાવા પડેલા 5 કિશોરો પૈકી 2 લાપતા

નર્મદા: કરજણ નદીમાં ન્હાવા પડેલા 5 કિશોરો પૈકી 2 લાપતા

0
351

રાજપીપળા: નર્મદા (Narmada) જિલ્લામાં કરજણ (Karjan) નદીમાં ન્હાવા પડેલા પાંચ કિશોરોમાંથી ત્રણ બચી ગયા છે અને બે કિશોરો લાપતા (missing) છે. ભારે વરસાદને પગલે ડેડીયાપાડા વિસ્તાર માંથી વધુ પાણીની આવક થતા કરજણ નદીમાંથી પાણી છોડાયું છે, જેથી કરજણ નદી બે કાંઠે વહી રહી છે. નાંદોદ (Nandod) તાલુકાના ભદામ (Bhadam) ગામના 5 કિશોરો કરજણ નદીમાં ન્હાવા પડ્યા, અચાનક તેઓ પાણીના વહેણમાં તણાવા લાગ્યા હતા.

જો કે એમાંથી 3 કિશોરોએ પોતાની સુજ ભુજ વાપરી નદીના વહેણ માંથી બહાર નીકળી ગયા હતા જ્યારે 2 કિશોરોનો હજુ પણ લાપતા (missing) હોવાથી રાજપીપળા પોલીસ, રાજપીપળા પાલિકા ટીમના ફાયર ફાઈટરો દ્વારા એમની શોધખોળ હાથ ધરાઈ છે.આ શોધખોળ દરમિયાન આખું ભદામ ગામ કરજણ નદી કિનારે ઉમટી પડ્યું હતું, મોદી સાંજ સુધી લાપતા (missing) બાળકોનો કોઈ પતો લાગ્યો ન હતો.

નર્મદા જિલ્લામાં પ્રિ-મોન્સૂન કામગીરીને પગલે નાંદોદ તાલુકાના ભદામ ગામમાં સોમવારે સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ હતો.દરમિયાન ગામના બાળકો ગામના પાદરે રમતા હતા.દરમિયાન ગામના શુભમ પટેલ, અમર ગોહિલ, પવન પટેલ, ભગો પ્રજાપતિ અને રાજ ગોહિલ નજીકની કરજણ નદીમાં ન્હાવા ગયા હતા.

આ પણ વાંચોઃ નર્મદા: રેવન્યુ રેકોર્ડમાં નામ દાખલ કરવા આદિવાસી ખેડૂતને ધક્કા, આપી આત્મવિલોપનની ચીમકી

હવે પાણીનો પ્રવાહ વધતા એ પાંચેય કિશોરો નદીના વહેણમાં તણાવા લાગ્યા હતા.પવન પટેલ, ભગો પ્રજાપતિ અને રાજ ગોહિલે પોતાની સુજભુજ વાપરી એક બીજનો હાથ પકડી ધીમે ધીમે નદીમાંથી બહાર નીકળી જવામાં સફળ થયા હતા.અચાનક બનેલી આ ઘટનાથી ત્રણેવ યુવાનો બીકના માર્યા ત્યાં સંતાઈ ગયા હતા, પણ આ ઘટનાની જાણ થતાં આખું ગામ ત્યાં ઉમટી પડ્યું હતું.લાપતા (missing) થયાને ઘણો સમય વીતી જતા કિશોરોના પરિવારજનોએ ત્યાં બુમાં બમ કરી મૂકી હતી.

બીજી બાજુ ઘટનાની વાયુ વેગે લોકોને જાણ થતાં રાજપીપળા પોલીસ મથકની ટીમ અને રાજપીપળા પાલિકાની ફાયર ફાઈટરની ટીમ તુરંત ત્યાં આવી પહોંચી હતી.મોડી સાંજ સુધી શોધખોળ દરમિયાન લાપતા (missing) કોઈ પણ કિશોરોનો પત્તો લાગ્યો નથી.હવે શુભમ પટેલ, અમર ગોહિલ લાપતા છે(missing) એમની કોઈ પત્તો લાગ્યો નથી.

આ પણ વાંચોઃ નર્મદા: 108 એમ્બ્યુલન્સ સ્ટાફે વિકટ સ્થિતિ વચ્ચે મહિલાની પ્રસૂતા ઘરમાં જ કરાવી

હવે તેઓ ડૂબી ગયા હશે કે બહાર હશે એ દ્વિધા હાલ લોકોને સતાવી રહી છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે અગાઉ જ્યારે ડેમ માંથી પાણી છોડાયું હતું ત્યારે આસપાસના ખેતીના પાકને મોટું નુકશાન પહોંચ્યું હતું.હવે આ વખતે જ્યારે કરજણ ડેમ માંથી પાણી છોડાયું છે ત્યારે નદીનો પાણીનો પ્રવાહ જોખમી બન્યો છે.

સત્તાધીશો દ્વારા આ રીતે કોઈપણ પ્રકારની જાણ વગર બંધમાંથી પાણી છોડવામાં આવતા બંધની નજીકના ગામના લોકો પણ ગુસ્સે ભરાયા છે. તેમની માંગ છે કે બંધમાંથી પાણી છોડવામાં આવે ત્યારે સત્તાધીશોએ નજીકના ગામોમાં તો તેની જાણ કરવી જોઈએ.