Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ: પાલડી વિકાસગૃહમાંથી ફરી એક યુવતી લાપતા

અમદાવાદ: પાલડી વિકાસગૃહમાંથી ફરી એક યુવતી લાપતા

0
659

અમદાવાદના પાલડી ખાતે આવેલા વિકાસગૃહમાંથી ફરી એકવાર યુવતી લાપતા થઇ હોવાની ઘટના સામે આવી છે. આ પહેલા પણ આ ગૃહ માંથી એક યુવતી ગુમ થયાના બનાવો પ્રકાશમાં આવ્યા હતા. ગત રાત્રે આ ઘટના બની છે ,પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે અને અમદાવાદ થી બહાર જવાના તમામ સ્થળો જેવા કે રેલ્વે સ્ટેશન, બસ મથક પર તપાસ હાથ ધરવામાં આવી છે.

આ વિકાસ ગૃહમાં વિવિધ મહિલા વીકાસલક્ષી કર્યો કરવામાં આવે છે. પરંતુ તેનુસંચાલક મંડળ તરફ જ યુવતી ગુમ ની શોય મંડાઈ રહીછે. ભૂતકાળમાં પણ આવા અનેક કિસ્સા આ વિકાસ ગૃહમાં બનેલા છે. હાલના ઓગસ્ટ 2019માં પણ એક સગીરા ગુમ થઈ હતી

પાલડી વિકાસગૃહમાંથી અવારનવાર કિશોરીઓ લાપતા થવાના કિસ્સા બને છે. પોલીસ દ્વારા વારંવાર આ અંગે સુચના આપવામાં આવે છે તેમ છતાંય સિક્યુરિટી અને સીસીટીવી રાખવા સૂચનાઓ આપવામાં આવતી હોવા છતાંય સંસ્થા દ્વારા કોઇ જ પગલાં ભરવામાં આવતા ન હોવાનું પોલીસ જણાવી રહી છે. ગયા વર્ષે પણ અનેક સગીરાઓ ભાગી ગઇ હતી. આમ છતાં વિકાસગૃહમાંથી કિશોરીઓ ભાગી જવા અંગે ટ્ર્સ્ટીઓ દ્વારા પણ મૌન ધારણ કરવામાં આવી રહ્યું છે.

ગાંધીની શાળાને દારૂનું ગોડાઉન બનાવી દેનાર આરોપીની ધરપકડ