Gujarat Exclusive > યુથ > લાઈફ સ્ટાઇલ > મેક્સિકન સુંદરી એન્ડ્રિયા બની મિસ યુનિવર્સ 2021, ભારતની એડલીન થર્ડ રનરઅપ

મેક્સિકન સુંદરી એન્ડ્રિયા બની મિસ યુનિવર્સ 2021, ભારતની એડલીન થર્ડ રનરઅપ

0
159

કોરોના મહામારીનો સામનો કેવી રીતે કરવાના જવાબમાં એન્ડ્રિયા મેઝા મેદાન મારી ગઇ

ફલોરિડાઃ મેક્સિકન સુંદરી એન્ડ્રિયા મેઝા (Miss Mexico Andrea Meza)એ મિસ યુનિવર્સ (Miss universe 2021)નું ટાઇટલ જીતી લીધું. જ્યારે ભારતની એડલીન કેસ્ટેલીનોએ અંતિમ પાંચમાં જગ્યા બનાવી. વિશ્વ સુંદરીઓની આ સ્પર્ધામાં પણ કોરોનાની ઝલક દેખાઇ હતી. કારણ કે એન્ડ્રિયાએ કોરોના મહામારી અંગેના સવાલનો જવાબ આપીને જ ટાઇટલ પોતાના નામે કર્યું હતું.

અમેરિકાના ફ્લોરિડામાં આયોજિત 69મી મિસ યુનિવર્સ સ્પર્ધાની આ ઇવેન્ટમાં મિસ યુનિવર્સની જાહેરાત થતાં વાતાવરણ ચિચિયારીઓથી ગુંજી ઊઠ્યું હતું. દક્ષિણ આફ્રિકન મોડલ અને પૂર્વ મિસ યુનિવર્સ જોજિબિની તુંજીએ એન્ડ્રિયાને તાજ પહેરાવ્યું હતું.

સ્પર્ધામાં ભારતીય સુંદરી એડલીન કેસ્ટેલિનો (Adline Castelino)થર્ડ રનરઅપ તરીકે ચૂંટાઇ. જ્યારે ફર્સ્ટ રનરઅપનું ટાઇટલ બ્રાઝીલની જુલિયા ગેમા ( Julia Gama)એ જીત્યું. પેરુની જેનિકા મેકેટા (Janick Maceta) સેકન્ડ રનર અપ અને ડોમનિક રિપબ્લિકની કિમબર્લી પેરેઝ (Kiimberly Perez ) ફોર્થ રનરઅપ બની.

Miss Diva India

આ પણ વાંચોઃ બિલ-મેલિંડાના જીવનનું ત્રીજું કોણઃ ગેટસનું માઇક્રોસોફટની જ કર્મચારી સાથે હતું અફેરઃ રિપોર્ટ

73 દેશની સુંદરીઓએ લીધો હતો ભાગ

કોરોનાને કારણે આ વખતે ઇવેન્ટ (Miss universe 2021) થોડુ અલગ હતું. પીજેન્ટમાં સુંદરતાની સાથે મગજની પણ કસોટી કરાઇ હતી. તેના માટે સ્પેશિયલ રાઉન્ડ થયું. જે સ્પર્ધક ચોક્કસ જવાબ આપે તેના આધારે વિજેતાઓની જાહેરાત થઇ. એન્ડ્રિયાએ 73 દેશોની સુંદરીઓને પછાડી બાજી મારી ગઇ.

એન્ડ્રિયાને સવાલ કરાયો હતો કે જો તમે તમારા દેશની લીડર હોત તો કોવિડ-19 મહામારીનો કેવી રીતે સામનો કર્યો હોત? તેના જવાબમાં એન્ડ્રિયાએ કહ્યું કે

“મારુ માનવું છે કે કોવિડ-19 જેવી આ મુશ્કેલ સ્થિતિનો સામનો કરવાનો કોઇ ચોક્કસ ઉપાય નથી. છતાં હું માનુ છું કે આ બીમારીએ આટલું મોટું ગંભીર સ્વરુપ લે તે પહેલાં જ મેં લોકડાઉન લગાવી દીધુ હોત. કારણ કે આપણે ઘણા બધા લોકોને ગુમાવ્યા છે અને આપણે આ સહન કરી શકીએ નહીં. આપણે આપણા લોકોની દેખરેખ રાખવી પડશે. તેથી મેં શરૂથી જ તેનું ધ્યાન રાખ્યું હોત.”

Missuniverse 2021

સ્પર્ધાના અંતિમ રાઉન્ડમાં સૌંદર્યના માપદંડો અંગે વ્યકિતગત વિચારનો જવાબ આપતા એન્ડ્રિયાએ કહ્યું હતું કે

સુંદરતા માત્ર આત્મા જ નહીં વ્યવહારમાં પણ જરુરી

“આપણે એક એવા સમાજમાં રહીએ છીએ, જે બહુ આધુનિક છે. આજ કાલ આપણે માત્ર સુંદરતા જોઇએ છીએ. મારા માટે સુંદરતા માત્ર આપણો આત્મામાં નહીં પણ આપણા દિલોમાં અને આપણા વ્યવહારમાં પણ દેખાવવી જોઇએ.” Miss universe 2021

આ પણ વાંચોઃ અસંભવઃ સેક્સ વિના માત્ર ઓરલ સેક્સથી કિશોરી પ્રેગ્નેન્ટ, મેડિકલ સાયન્સ પણ પરેશાન

એન્ડ્રિયા મિસ યુનિવર્સ બનનાર ત્રીજ મેક્સિકન છે. અગાઉ 1991 અને 2010માં પણ આ દેશની સુંદરીઓએ ટાઇટલ જીત્યા હતા. નોંધનીય છે કે આ સ્પર્ધા 2020ના અંતમાં યોજાવવાની હતી પરંતુ કોરોનાને કારણે તેને ટાળી દેવાઇ હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat