Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > ભારતમાં પ્રદૂષણના કારણે થઈ રહી છે કસુવાવડો

ભારતમાં પ્રદૂષણના કારણે થઈ રહી છે કસુવાવડો

0
336

ધ લેન્સેટ મેડિકલ જર્નલમાં પ્રકાશિત એક રિસર્ચમાં અનુમાન લગાવવામાં આવ્યો છે કે દક્ષિણ એશિયામાં દર વર્ષે લગભગ 3,50,000 ગર્ભ નષ્ટ (કસુવાવડ) થવાના કેસમાં પ્રદૂષણના વધતા સ્તરનો સંબંધ જોવા મળ્યો છે. 2000થી 2016 વચ્ચે કસુવાવડના કુલ કેસોમાંથી સાત ટકા કેસ માટે પ્રદૂષણને જવાબદાર ગણાવામાં આવ્યું છે. દક્ષિણ એશિયામાં વૈશ્વિક સ્તર પર કસુવાવડનો સૌથી ઉંચો દર છે અને આ વિસ્તાર સૌથી વધારે વાયુ પ્રદૂષણોમાં પણ સામેલ છે.

રિસર્ચના મુખ્ય લેખક પેકિંગ વિશ્વવિદ્યાલયના તાઓ શ્યૂએ એક નિવેદનમાં કહ્યું, “અમારા તારણો તે વાતને સાબિત કરે છે કે, જોખમી સ્તરના પ્રદૂષણ સામે લડવા માટે તાત્કાલિક પગલા ઉઠાવવા જોઈએ.” આ રિસર્ચ પહેલા પણ લેન્સેટમાં પાછલા મહિને એક રિપોર્ટ છપાયો હતો જેમાં ભારતમાં ખરાબ વાયુ ગુણવત્તા સાથે 2019માં થયેલી 16.7 લાખ મોતનો સંબંધ દર્શાવ્યો છે. આ સંખ્યા 2019માં થેયલી કુલ મોતનો 18 ટકા હતી. 2017માં આ સંખ્યા 12.4 લાખ હતી.

તે વિશ્લેષણમાં જોવા મળ્યું હતુ કે, પ્રદૂષણના કારણે ફેફસાઓની લાંબાગાળાની બિમારી, શ્વાસ લેવામાં મુશ્કેલી, ફેફસાઓનું કેન્સર, હાર્ટની બિમારી, હાર્ટ એટેક, ડાયાબિટીશ, નવજાત શિશુ સંબંધી બિમારી અને મોતિયા જેવી બિમારીઓ થાય છે. લેટેસ્ટ અધ્યનમાં ચીની સંશોધન ટીમે દક્ષિણ એશિયામાં એવી 34,197 માતાઓના ડેટાનું અધ્યયન કરવામાં આવ્યું જેમને ઓછામાં ઓછો એક વખત સ્વત: ગર્ભપાત અથવા મૃત જન્મ થયો હોય અથવા તેમને એક અથવા એકથી વધારે જીવિત બાળકોને જન્મ આપ્યો હોય.

આમાં ત્રણ ચતુર્થાંશ મહિલાઓ ભારતની અને બાકીની પાકિસ્તાન અને બાંગ્લાદેશની હતી. વૈજ્ઞાનિકોએ આ માતાઓને ગર્ભાવસ્થા દરમિયાન પીએમ 2.5ના સંપર્કમાં આવવાનો અનુમાન લગાવ્યો. જણાવી દઈએ કે, “પીએમ 2.5”- ધૂળ, રજકણો અને ધૂવાડામાં જોવા મળતા ખુબ જ નાના કણ હોય છે, જે ફેફસાઓમાં ફંસાઈ શકે છે અને રક્તપ્રવાહમાં ઘૂસી શકે છે.

વૈજ્ઞાનિકોએ હિસાબ લગાવ્યો કે ભારતની હવાની ગુણવત્તાનું ધોરણ 40 માઈક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટરથી ઉપરનો પ્રદૂષણ અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની દિશા-નિર્દેશ 10 માઈક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટરથી ઉપરના પ્રદૂષણના કારણે વાર્ષિક કસુવાવડના 7.1 ટકા કેસ નોંધાયા.

રિસર્ચરના સહ-લેખક ચિકિત્સા વિજ્ઞાનની ચાઈનીઝ એકેડમીમાં કાર્યરત તિઆનજિયા ગુઆને કહ્યું કે, કસુવાવડ થવાના કારણે મહિલાઓ પર માનસિક, શારીરિક અને આર્થિક અસર થાય છે અને આમાં ઘટાડો લાવવાથી લિંગ-આધારિત બરાબરીમાં પ્રારંભિક સુધારો થઈ શકે છે.

ભારતના શહેર પ્રદૂષણના સ્તરની વૈશ્વિક યાદીઓમાં સૌથી ઉપર રહે છે. નવી દિલ્હીને દુનિયાની સૌથી વધારે પ્રદૂષિત રાજધાની માનવામાં આવે છે. દેશમાં હવા દૂષિત કરવા માટે ઉદ્યોગ, ગાડીઓમાંથી નિકળનાર ધુમાડો, કોલસાથી ચાલતા યંત્રો, નિર્માણ સ્થળો પર ઉડનાર ધૂળ જેવા કારણો જવાબદાર માનવામાં આવે છે.