Gujarat Exclusive > દેશ-વિદેશ > શું કોરોનાની વૅક્સીન 2021 પહેલા નહી આવે? મંત્રાલયે કરી સ્પષ્ટતા

શું કોરોનાની વૅક્સીન 2021 પહેલા નહી આવે? મંત્રાલયે કરી સ્પષ્ટતા

0
645

નવી દિલ્હી: કોરોના વૅક્સીનને લઈને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલૉજી વચ્ચે સમન્યવ નથી જોવા મળી રહ્યો. જો કે મંત્રાલયે જારી કરેલી પ્રેસ રિલીઝથી એ નિવેદન હટાવી દીધુ છે. જેના કારણે બન્ને વચ્ચેની અસહમતી જોવા મળતી હતી.

મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલૉજીએ પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે, કોરોનાની વૅક્સીન COVAXIN અને ZyCov-Dની સાથે વિશ્વભરમાં 140 વૅક્સીન બનાવનારી કંપનીઓમાંથી 11 હ્યુમન ટ્રાયલમાં છે. જો કે તેમાંથી કોઈ પણ વૅક્સીન 2021 પહેલા મોટાભાગે ઉપયોગમાં લઈ શકાય તેની સંભાવના નથી.

સરકારનું કહેવું છે કે, કોરોના વૅક્સીન COVAXIN અને ZyCov-D ના હ્યુમન ટ્રાયલને મંજૂરી મળવી, એજ કોરોના વાઈરસની વૈશ્વિક મહામારીના અંતની શરૂઆત છે. કોરોના કે જેણે વિશ્વમાં 1.2 કરોડ લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે અને 5.3 લાખથી વધુ લોકોનો ભોગ લીધો છે.

આ પણ વાંચો:  આજે તિબેટીયન ધર્મગુરુ દલાઈ લામાનો જન્મ દિવસ, ચીનની ચિંતા વધી

સામાન્ય રીતે વૅક્સીનના ટ્રાયલના પ્રથમ બે તબક્કા સુરક્ષા માટે હોય છે. જ્યારે ત્રીજો દવાની અસરનું પરીક્ષણ કરે છે. તમામ તબક્કા પૂર્ણ થવામાં અનેક મહિના, તો ક્યારેક વર્ષ પણ લાગી શકે છે.

હાલ દેશમાં કોરોનાના વૅક્સીન બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. જ્યારે ICMR દ્વારા આ વર્ષે 15 ઓગસ્ટે વૅક્સીન લૉન્ચ કરવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી. જો કે વૅક્સીનને લઈને ICMRના દાવા ઉપર અનેક સંગઠનો અને વિપક્ષે સવાલ ઉઠાવ્યા હતા.

ICMR તરફથી રજૂ કરવામાં આવેલા લેટર મુજબ, 7 જુલાઈથી હ્યુમન ટ્રાયલ માટે ઈનરોલમેન્ટ શરૂ થઈ જશે. જે બાદ તમામ ટ્રાયલ યોગ્ય રહેશે, તો આશા છે કે 15 ઓગસ્ટ સુધી કોવૈક્સીનને લૉન્ચ કરવામાં આવી શકે છે. સૌ પ્રથમ ભારત બાયોટેકની વૅક્સીન માર્કેટમાં આવી શકે છે.

બીજી તરફ નિષ્ણાંતોનું માનીએ તો, 15 ઓગસ્ટ સુધી વૅક્સીન મળવી અશક્ય છે. આવા દાવો કરીને ICMRની છબી ખરડાઈ છે. જ્યારે મંત્રાલયે પણ 2021 સુધી વૅક્સીન આવવાની વાત જણાવી હતી. સતત ઉઠી રહેલા સવાર પર ICMR તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી.

કેરળમાં 1 વર્ષ માટે કોરોના ગાઈડલાઈન્સ જાહેર, માસ્ક ના પહેરવા પર ₹ 10 હજારનો દંડ