Gujarat Exclusive > દેશ-વિદેશ > લખીમપુરમાં ખેડૂતોને કચડવાના કેસમાં મંત્રીના પુત્ર આશિષ મિશ્રાની જેલમાંથી મુક્તિ

લખીમપુરમાં ખેડૂતોને કચડવાના કેસમાં મંત્રીના પુત્ર આશિષ મિશ્રાની જેલમાંથી મુક્તિ

0
4

લખનઉઃ ઉત્તર પ્રદેશના લખીમપુરમાં ખેડૂતોને કચડી નાખવાના મામલે કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રાને મંગળવારે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટે પાંચ દિવસ પહેલા તેના જામીનનો આદેશ કર્યો હતો. આ કેસમાં આશિષ મિશ્રા હત્યા કેસમાં આરોપી છે.

આશિષ મિશ્રાના જામીનનો આદેશ યુપીમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના દિવસે 10 ફેબ્રુઆરીએ આવ્યો હતો અને આજે 15 ફેબ્રુઆરીએ જામીન આપવામાં આવ્યા છે.

આશિષ મિશ્રાના વકીલ અવધેશ કુમાર સિંહે ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે, કોર્ટે 3 લાખ રૂપિયાના બે જામીન માંગ્યા હતા, પરંતુ શહેરની બહાર જવા પર કોઈ પ્રતિબંધ લગાવ્યો નથી.

નીચલી અદાલતોએ અરજીઓ ફગાવી દીધા બાદ ગયા પાછલા અઠવાડિયે અલ્હાબાદ હાઈકોર્ટે આશિષ મિશ્રાને જામીન આપ્યા હતા.

હાઈકોર્ટે આશિષ મિશ્રાના જામીનનો આદેશ આપતાં પોલીસની તપાસ પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે હત્યારાના ઘટનાસ્થળે હાજર હોવાની પોલીસની સ્ટોરીઓ પર પણ સવાલ ઉઠાવ્યા હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat