Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > નર્મદા: ગરૂડેશ્વરમાં જવેલર્સના શો-રૂમમાં લાખો રૂપિયાના દાગીનાની ચોરી

નર્મદા: ગરૂડેશ્વરમાં જવેલર્સના શો-રૂમમાં લાખો રૂપિયાના દાગીનાની ચોરી

0
443

નર્મદા: ગરૂડેશ્વરના એક જવેલરીના શો-રૂમમાં લાખો રૂપિયાના દાગીનાની ચોરી થઈ છે. શો-રૂમના માલિકે આ મામલે ગરૂડેશ્વર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. તો બીજી બાજુ આ ચોરી કોઈ જાણભેદુએ કરી હોવાની વાતો પણ વહેતી થઈ છે.


ગરૂડેશ્વર રોડ પર આવેલી શિવશક્તિ જવેલર્સ નામની સોના-ચાંદીના ઘરેણાં બનાવતી દૂકાનનાં ઘરની પાછળની ગ્રીલો અને લોખંડનો દરવાજો તોડી ચોરો સીધા જ જવેલરી દુકાનમાં ઘુસી ગયા હતા અને શિફ્તતા પૂર્વક લગભગ 3.5 લાખના સોના ચાંદીના દાગીના ઉઠાવી ગયા હતા. આ તો દુકાનના માલિકે જ્યારે પોતાની દુકાન ખોલી ત્યારે આ ઘટનાની જાણ થઈ હતી. બાદ માલિક વિજય સોનીએ આ મામલે ગરૂડેશ્વર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ગરૂડેશ્વર પોલીસે દૂકાનની અંદર રહેલા CCTV ફૂટેજના આધારે તપાસનો દોર આરંભીયો છે, સાથે-સાથે ડોગ સ્ક્વોડ અને FSLની પણ મદદ લેવાઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું.

નર્મદા જિલ્લાના કરજણ ડેમનું પાણી છોડાતા 300 એકર જમીનોના કેળના પાકને મોટુ નુકશાન